તાલુકાના ફલા ગામ નજીક વાડી વિસ્તારમાં મોડીરાત્રે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. ફલ્લામાં રહેતા ભરવાડ આસામી પોતાની વાડીએ પાકનું રખોપુ રાખવા ગયા બાદ હુમલો કરી ચાર શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે શ્રમિક શખ્સો સામે શંકાની સોય પાણી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર જિલ્લામાં લૂંટની ઘટના સામે આવી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જામનગર તાલુકાના અલા ગામે રહેતા ટીનાભાઇ ભરવાડ ગતરાત્રીના પોતાની વાડીએ શું કરવા ગયા હતા દરમિયાન મોડી રાત્રે બારેક ના ગાળા દરમિયાન એક અજાણ્યા શખ્સોએ વાડીમાં ઘુસી ભરવાડ આસામી પર હુમલો કર્યો હતો. વાડીએ રખોપુ કરવા ગયેલ આસામી કંઇ સમજે તે પૂર્વે ચારેય શખ્સોએ માર મારી તેઓએ કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને રોકડ રકમ નાસી ગયા હતા. આ બનાવની રાત્રે જ આસામીએ તેમના પુત્રને જાણ કરી હતી. વાળુએ પહોંચેલ પુત્રએ પિતાને હોસ્પિટલ ખસેડી પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલોસે રાજકોટ જામનગર અને કચ્છના તરફના રોડ પર જુદી જુદી જગ્યાએ લગાવેલ સીસીટીવી ચેક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોનું માનવામાં આવે તો લુટારુ સખ્શો શ્રમિક હોવાનું અને ભરવાડ આસામી પર નજર રાખતા હતા. ગઈ કાલે તક મળતા બનાવને અંજામ આપી આરોપીઓ નાસી હતા. જોકે આરોપીઓના કોઈ સગડ ન મળતાં પોલીસે શોધખોળ વિસ્તારી છે. ધ્રોલ, જામનગર અને કાલાવડ પોલીસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શ્રમિક મજૂરો સુધી તપાસ કેન્દ્રિત કરી છે. આ બનાવના પગલે જિલ્લાભરમાં સનસનાટી મચી જવા પામી છે. ભોગગ્રસ્ત ભરવાડ આસામીએ પ્રાથમિક સારવાર લઇ આ બનાવને અજાણ્યા શખ્સો સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.