જામનગર: બીજા લગ્ન કર્યા, પણ માનસિક અસ્થિર પતી શારીરિક સુખ આપી ન શક્યો, અંતે પરિણીતાએ

0
1082

જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે રહેતી એક પરિણીતાએ બબ્બે વખત લગ્ન કર્યા પણ લગ્ન ક્ષણભંગુર નીવડ્યા, પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થઇ જતા તેણીના પરિવારજનોએ તેણીને અન્ય જગ્યાએ બીજા લગ્ન કર્યા પણ આ પતિ માનસિક અસ્થિર નીકળ્યો અને શારીરિક સુખ પણ ન આપી શકતા આખરે પરિણીતાએ જીવતર જ ટુકાવી પોતાની દુખી જિંદગીનો અંત આણ્યો છે.

કાલાવડ ખાતે ઘટેલી કરુણ ઘટનાની વિગત મુજબ, શહેરના ચોક્કસ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ગઈ કાલે ઘટેલી આ ઘટનાની હકીકત મુજબ, ૨૭ વર્ષીય એક પરિણીતાના લગ્ન થયા બાદ થોડા જ સમયમાં પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે મતભેદ થતા એ સગપણ રદ કરી બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ દીકરીના પરિવારજનોએ દીકરીને અમદાવાદ ખાતે બીજા લગ્ન કરાવ્યા હતા. આ બીજા લગ્ન સંસારના પ્રથમ દિવસે જ પરિણીતાને ખબર પડી કે પતી તો માનસિક બીમાર અસ્થિર છે અને શારીરિક સુખ પણ આપી શકતો નથી. બસ આ જ વાતને લઈને મનમાં ને મનમાં પીડાતી પરિણીતા લગ્નના આઠેક મહિના બાદ તાજેતરમાં કાલાવડ ખાતેના પિયર આવી હતી.

પોતાના સંસારની ડામાડોળ હાલતને લઈને તેણીને મનમા લાગી આવતા પોતે પોતાની મેળે, પોતાના પીતાના ઘરે રૂમમા પંખા ઉપર ઓઢણી(ચુંદળી) વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવના પગલે પરિવારજનોએ તેણીને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલ ખસેડી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના પગલે પિયર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS