જામનગર નજીક મોરકંડા રોડ પર વહેલી સવારે પોતાનો મોટો સાયકલ યાર્ડમાં સાત મકાનો લેવા જતા યુવાનને આંતર લઈને ત્રણ શખ્સોએ છરી બતાવી લૂંટ ચલાવ્યા બાદ એકત્ર થયેલા લોકોએ બે શખ્સોને અંતરી લઈ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યા છે.

જામનગર નજીકના મોરકંડા રોડ પર સંસદી બે સોસાયટીમાં રહેતા હિતેશભાઈ પરમાર નામના ધંધો કરતા યુવાન આજે વહેલી સવારે પાંચ વાગ્યાનો સુમારે પોતાનું મોટરસાયકલ લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે ભરાતી શાકમાર્કેટ બજારમાં બકાલુ લેવા જતા હતા ત્યારે સનસીટીના ઢાળીયા પાસે ત્રણ શખ્સોએ તેઓને મોટરસાયકલને આંતરી લઈ, રોકાવી લીધા હતા.ત્રણ પૈકીના એક લૂંટારૂર છરી બતાવી અન્ય બંને શખ્સોએ યુવાનના ખિસ્સામાંથી રૂપિયા અઢીથી ત્રણ હજારની રોકડ રકમ લુટી લીધી હતી. આ બનાવના પગલે હિતેશભાઈએ રાડા રાડી કરતા અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા. જોકે ત્રણેય શખશો સ્થળ છોડે તે પૂર્વે એકત્ર થયેલા લોકોએ બે શખ્સોને આંતરી લીધા હતા. જેમાંના એક શખ્સને લોકોએ પોલ સાથે બાંધી મેથી પાક ચખાડ્યો હતો. ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી હતી અને પકડાયેલ બંને શખ્સોને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. આ જ બનાવ અંગેના વિડિઓ પણ વાયરલ થતા ભારે ચર્ચાઓ જાગી છે.
સીટી એ ડિવિજન પોલીસે ત્રણ આરોપીઓ વકાસ હુસેન હનીફ શેખ, ઇમરાન હનીફ સમા અને ખલીલ ઈસ્માઈલ નામના ત્રણેય શખ્સો સામે લૂંટ સંબધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.