જામનગર : મારામારીનો બદલો હત્યા, ઘવાયેલ યુવાનનું છઠ્ઠા દિવસે મોત

0
1957

જામનગર અપડેટ્સ : જામનગરમાં છ દિવસ પૂર્વે થયેલી મારીમારીનો બનાવ હત્યામાં પલટાયો છે. સોમવારે સાંજે મજુરી કામ કરી પરત ઘરે જઇ રહેલ બે બાઇક સવારોને આંતરી લઇ 9 શખ્સોએ હુમલો કરી સખત માર માર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા બે પૈકીના એક શખ્સે ગત મોડી રાત્રે દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો છે. અગાઉ થયેલી માથાકુટને લઇને હુમલો કરાયો હોવાનું જે તે સમયે જાહેર થયું હતું. પોલીસ આરોપીઓ સુધી પહોચે તે પૂર્વે બનાવ હત્યામાં પલટાયો છે.

આ બનાવની વિગત મુજબ જામનગરમાં રણજીતસાગર રોડ પર મારૂ કંસારા સમાજની સામે ગત તા.21મીના રોજ સાંજે બે શખ્સોને આંતરી લઇ 9 શખ્સોએ હુમલો કરી મારામારી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. શહેરના જામનગરમાં મારૂ કંસારા ફાઉન્ડેશનની સામે ખેતલા આપા હોટલ સામે સોમવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે હર્ષદમીલની ચાલીમાં રહેતા બ્રાસપાર્ટના ધંધાથી અતુલ કાસમ ખફી અને  શબીર સલીમભાઇ ખીરા નામના બે શખ્સો મોટરસાયકલમાં બેસી ઘર તરફ આવતા હતા ત્યારે ઇમરાન અબુ પતાણી, મુસ્તાક મહમદ ખફી, અલ્તાફ હનીફ ખીરા, હાજી ઉર્ફે કયુમ બસીરભાઇ ખીરા અને મેહબુબ નામના પાંચ શખ્સો ઉપરાંત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી બન્ને પિતા-પુત્રને મારમારી આરોપીઓએ ઘાતક ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ અબ્દુલભાઇએ ઉપરોકત શખ્સો સામે સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 323, 325, 143, 147, 148, 149, 504, 506(2) તથા જીપીએકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પીએસઆઇ બી.એસ.વાળા સહિતના સ્ટાફે આરોપીઓ શોધખોળ હાથ ધરી હતી. જોકે પોલીસે આરોપીઓ સુધી પહોંચે તે પૂર્વે જ ગત મોડી રાત્રે સારવાર દરમિયાન શબીર ખીરાનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીઓ સામે હત્યાની કલમનો ઉમેરો કરી શોધખોળ હાથ ધરી છે.

NO COMMENTS