તા-7/03/2023 ના રોજ એક સજ્જન નાગરિકે જામનગર 181 પર કોલ કરીને જણાવેલ અહીં એક યુવતી બે કલાકથી ઉભી હોય છે તે તેમનું નામ કે સરનામું, જણાવતી ન હોય અને ફક્ત એટલું કહેતી હોય કે ‘ હું ઘરેથી નીકળી ગયેલ મદદની જરૂર છે.’
181ની ટીમ સ્થળ પર ગયેલ રૂબરૂ યુવતી નું કાઉન્સિલિંગ કરેલ સમસ્યા જાણતા જણાયું કે યુવતી સવારે 5:00 વાગ્યાથી ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય છે , તેમજ યુવતીએ જણાવેલ કે મારા માતા મને સાચવતા ન હોય અને મારા ભાઈને વધારે સાચવતા હોય છે અને મને વારંવાર કહેતા હોય છે કે તને તો વિકાસ ગૃહમાં મૂકી દેવી છે. તેથી હું કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છું, યુવતીને તેમના ઘરનું એડ્રેસ પૂછતા યુવતીએ અલગ અલગ એડ્રેસ જણાવેલ હોય અલગ અલગ બે એડ્રેસ પર ગયેલ ત્યારબાદ ત્રીજા એડ્રેસ પર યુવતી નું ઘર મળેલ હોય ત્યાં જઈને તેમના માતા-પિતા સાથે કાઉન્સિલિંગ કરતા જણાયું કે યુવતી માનસિક અસ્થિર હોય છે.
આ યુવતી ઘરમાં વારંવાર ઝઘડો કરે છે અને તેમના માતા ની જાણ બહાર કોઈ યુવક સાથે ફોન પર વાત કરતા હોય છે. આ વાતની તેમના માતાને જાણ થતા યુવતી ઘર છોડીને નીકળી ગયેલ હોય છે.
તેથી યુવતીનું લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરેલ સમજાવેલ , અને યુવતી પાસે એક મોબાઇલ ફોન હોય છે તે કોઈ પુરુષે આપેલો હોય છે તે મોબાઈલ ફોન યુવતીને સમજાવીને તેમના માતા-પિતાને સોંપેલ હોય છે અને હાલમાં યુવતીને તેમની માતા સાથે રહેવું હોય છે તેથી યુવતી ને તેમના માતા-પિતાને સોંપેલ છે. યુવતીના માતા પિતા સહિતના પરિવારે 181 ટીમનો આભાર માનેલ છે