જામનગર: રાજકોટના બુકી સટ્ટો લેતા પકડાયો, આ ખેલંદાઓ રમતા હતા સટ્ટો

0
451

જામનગર: જ્યારેથી ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપની શરૂઆત થઇ છે ત્યારથી જામનગર શહેરમાં સટ્ટો આમ બન્યો હોય તેમ ગલીએ ગલીએ આકડા બોલાતા હોય છે. ત્યારે શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા રાજકોટના એક બુકીને સિટી એ ડિવિઝન પોલીસે પકડી લીધો છે. આ બુકી પાસે સટ્ટો રમનારા અન્ય ત્રણ પંટરોના નામ ખુલ્યા છે. પોલીસે તેને ફરાર જાહેર કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

 રાજકોટમાં રૈયા રોડ પર હનુમાનમઢી પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ નારણભાઈ પટેલ નામના વેપારી, કે જે ક્રિકેટના સટ્ટા નું નેટવર્ક ચલાવે છે, અને રાજકોટથી જામનગરમાં દિગ્વિટર નંબર ૧૭ માં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.

 જે દરોડા દરમિયાન જીતેન્દ્ર બારડની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની પાસેથી રૂપિયા ૧૦,૧૦૦ની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત ૧૫,૧૦૦ ની માલમતા કબજે કરી લેવામાં આવી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના લાલાભાઇ, અશોકભાઈ, અને અમિતભાઈ ઠક્કર સાથે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે  ઉપરોક્ત ત્રણેય પન્ટર ને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરાઈ છે.

NO COMMENTS