હવામાન પલટાયું, જામજોધપુર પંથકમાં વરસાદ

0
1049

જામનગર : નિર્સગ વાવાજોડાનો ખતરો હાલ ગુજરાત પરથી ટળી ગયો છે. પરતું અરબી સમુદ્રના લો પ્રેશરના કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદ પડ્યા બાદ આ જ સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને જુનાગઢ સહિતના જીલ્લામાં ક મોશમી વરસાદ વરસ્યો હતો. બપોરે અસહ્ય બફારા સાથે અગન વર્ષા થતા તાપમાનનો પારો પણ ઉપર આવ્યો હતો. આવા વાતાવરણ વચ્ચે બપોર બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રચાયો હતો. જામનગર જીલ્લાના જામજોધપુર અને આસપાસના સડોદર, મેથાણ, બુટાવદર અને સંગ ચિરોડા સહિતનાગ્રામ્ય વિસ્તારમાં સાંજે પાંચેક વાગ્યે કાળા-ડીબાંગ વાદળો રચાયા બાદ પવનના જોર વચ્ચે વરસાદ શરુ થયો હતો. જો કે આ વરસાદ ઝાપટ્યો સાબિત થયો હતો. પરંતુ રસ્તાઓ પરથી પાણી વહી નીકળ્યા હતા તો નીચાણવાળા વોકળાઓમાં પાણીનો પ્રવાહ તેજ થયો હતો. વાવાજોડાના ખતરો ટળી ગયો  એમ જીલ્લા કલેકટર દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જે મુજબ આગામી ત્રણ દિવસ સુધી જામનગર જીલ્લામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા તેઓએ દર્શાવી છે. ઉપરાંત કલેકટર રવિ શંકરે ખેડૂતોને સાવચેત કરતા જણાવ્યું હતું કે ખેતરમાં પડેલ સુકો ચારો અને કપાસ તેમજ ઉનાળુ મગફળીના જથ્થાની સલામતી માટે ખેડૂતો કાળજી રાખી કામ કરે.

NO COMMENTS