જામનગર : ધર્મ કરતા ધાડ, યુવાને જીવ ગુમાવ્યો, બોધપાઠ આપતો કિસ્સો

0
815

જામનગર : મદદના નામે આપેલી આંગળી બાદ સામેનો પક્ષ હાથ પકડી લ્યે ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે તે જામનગર નજીકના ગાગવા ગામનાં યુવાનથી બહેતર કોણ સમજી શકે ? સગા હોવાનાં નાતે સંબંધ સાચવવા યુવાને કરેલી મદદ પોતાનો જીવ લેશે એમ યુવાને ક્યારેય વિચાર્યું પણ ન હતું. સબંધીઓને કરેલી મદદ બાદ હાથ ઊંચા કરી લેવાતા યુવાનના ભાગે આપઘાત સિવાય કોઈ રસ્તો જ ન બચ્યો ને યુવાને ઝેર પી જીવતરનો અંત આણ્યો છે. યુવાનની સાથે સગાઓએ શું કર્યું કે યુવાનને આપઘાત કરવા મજબુર થવું પડ્યું ?

જામનગર નજીકના ગાગવા ગામનો આ બનાવ છે, જયા રહેતા બાબુભાઈ ઉર્ફે મુન્નાભાઈ હીરાભાઈ વાઘેલા ઉવ ૩૨ નામના  યુવાને ગઈ કાલે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિવારજનોએ યુવાનને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જેમાં યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ યુવાનને પોતાના કાકાજી સસરા રામાભાઈ વિરમભાઈ પરમાર અને જીગર વીરમભાઈ પરમારએ ફાયનાન્સ કંપનીના હપ્તાના ચક્કરમાં ફસાવી દેતા યુવાને આ પગલું ભરી લીધાનો આક્ષેપ લગાવી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા તંગદીલી પ્રશરી ગઈ હતી.  અઢી વર્ષ પહેલા બાબુભાઈએ પોતાના બંને સબંધીઓને જામીન પડી ફાયાનસમાંથી ટ્રેઇલર ખરીદ કરવામાં મદદ કરી હતી પોતે જામીન પડ્યા હતા.

ત્યારબાદ બંને આરોપીઓએ આ ટ્રેઇલર અન્યને વેચી માર્યું હતું અને હપ્તા ચડી જતા ફાયનાન્સ પેઢી વાળાઓએ જમીનદાર તરીકે રહેલ યુવાન બાબુભાઈ પાસે ઉઘરાણી શરુ કરી હતી. જેને લઈને બંને આરોપીઓએ બાબુભાઈને હપ્તા ભરી આપવાનું કહી માનસિક ત્રાસ આપ્યો હતો. જો હપ્તા નહી ભરાય તો મરી જવાનું પણ આરોપીઓ કહેતા હતા. આ બાબતે યુવાને સિક્કા પોલીસથી માંડી ઉછ સ્તરે રજૂઆત કરી હતી પંરતુ આરોપીઓ સામે કોઈ પગલા નહી ભરવામાં આવતા આખરે તેઓએ જીવ દેવાનો વારો આવ્યો હતો. પરિવારના આક્રોશ બાદ પોલીસે પણ બંને આરોપીઓ સામે મારવા મજબુર કરવા સબંધિત ફરિયાદ નોંધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here