નિર્લજ્જ: ત્રણ સંતાનની માતા સાથે પરાણે ગોઠવવા ગયેલ પોલીસકર્મી જ ‘ગોઠવાઈ’ ગયો

0
1007

જામનગર જિલ્લાના જામ જોધપુર તાલુકાના નરમાણા ગામે રહેતી ત્રણ સંતાનોની માતાના એકટીવાને આંતરી લઈ, ક્રેટા કારમાં આવેલા એક પોલીસ કર્મચારીએ તેણીનો હાથ પકડી છેડતી કરી હતી. આ વાતને લઈને ગામમાં હા હો થઈ જતા પોલીસકર્મી સમાધાન કરવા પહોંચ્યા હતા. પરંતુ સમાધાન કરવાના બદલે તેણીને બે ફડાકા જીકી જ્યાં જવું હોય ત્યાં જવાની ધમકી આપી પોલીસકર્મી ચાલ્યો ગયો હતો. પોલીસે પોતાના જ પોલીસ દફ્તરના કર્મચારી સામે છેડતી સબબ ફરિયાદ દાખલ કરી છે.

જામજોધપુર તાલુકાના નરમાણા ગામે રહેતી ત્રણ સંતાનોની માતા એવી એક મહિલા ગત તારીખ 23મી ના રોજ પોતાનું એકટીવા લઈ સમાણા ગામે મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા. 32 વર્ષીય મહિલા દવા લઈ પરત પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે મુકેશભાઈ મકવાણાની વાડી પાસે creta કાર માંથી હાથ બહાર કરી એક સખસે એકટીવા રોકાવી લીધું હતું. દરમિયાન કારમાંથી બહાર આવેલ શેઠ વડાળા પોલીસ દફ્તરના કોસ્ટેબલ પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજાએ તેણીનો હાથ પકડી ગાડીમાં બેસી જવા કહ્યું હતું જેને લઈને તેણીએ હાથ છોડી દેવાનું કહેતા પોલીસ કર્મચારીએ આપણા બેયનું ગોઠવવું છે એમ કહી છેડતી કરી હતી જેને લઈને તેણીએ આમ વાત કરતા શરમ નથી આવતી એમ કહેતા પૃથ્વીરાજસિંહએ તેણીનો હાથ છોડી દીધો હતો.

આ ઘટના અંગે દરમિયાન તેણીએ ઘરે આવી તેના પતિ અને પરિવારના સભ્યો તથા ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારબાદ વડીલો એ મધ્યસ્થી કરી પૃથ્વીરાજસિંહને સમાધાન માટે બોલાવ્યો હતો. દારૂ ઢીચેલી હાલતમાં તેણીના ઘરે આવેલા પોલીસ કોસ્ટેબલ પૃથ્વીરાજસિંહ ઉશકેરાઈ જઈ તેણીને બે લાફા મારી કહ્યું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તમારાથી કંઈ નહીં થાય એમ કહી ચાલ્યો ગયો હતો. આ બાબતે તેણીએ શેઠ વડાળા પોલીસમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને પોલીસે કોસ્ટેબલ પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા સામે છેડતી સબબ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS