જામનગર : રેલ્વે ક્વાટરમાં ચાલતા જુગાર પર પોલીસનો દરોડો, ત્રણ મહિલાઓ પણ પકડાઈ

0
538

જામનગર : જામનગરમાં રેલ્વે ક્વાટર ખાતે ચાલતા જુગાર પર સીટી સી ડીવીજન પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહીત પાંચ સખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

જામનગરમાં  દિગ્જામ સર્કલ પાસે આવેલ રેલ્વે ક્વાટર નમ્બર ત્રણમાં રહેતા અને નોકરી કરતા મનોજ ધીરજભાઈ સીતાપરા નામનો સખ્સ પોતાના ક્વાટરમાં બહારથી મહિલાઓ અને પુરુષો બોલાવી જુગાર રમાડતો હોવાની સીટી સી ડીવીજન  પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી કવાટર અંદર જુગાર રમતા રમાડતા મનોજભાઇ ધીરજભાઇ સીતાપરા ઉપરાંત ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, મંજુબેન મનસુખભાઇ રધુભાઇ પંચાસરા, સતીબેન દેવાયતભાઇ ભીમાભાઇ ડાંગર અને ચંન્દ્રકલાબા ઉર્ફે ચંદુબા ભુપતસિંહ મેપજી ઝાલા રહે. હર્ષદમીલની ચાલી, નીલકંઠ સોસાયટી, ગાયત્રી માતાજીના મંદીરની બાજુમાં, જામનગર વાળાઓને પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા ૬૭,૫૦૦ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામની સામે જુગાર ધારા મુજબ ફરિયાદ  નોંધી ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here