જામનગર પોલીસે આજથી શરુ કરી કોરોના ડ્રાઈવ

0
590

જામનગર : જામનગર શહેર સહિત જીલ્લામાં ભરમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે પોલીસ, આરોગ્ય અને વહીવટી તંત્ર એકબીજાના પુરક બની કામગીરી કરી રહ્યા છે. તેમ છતાં પણ કોરોના સંક્રમણને રોકવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રાવેલ હિસ્ટ્રી ઉપરાંત લોકલ સંક્રમાણનું સતત ભય વધતા પોલીસ દ્વારા સાવાચેતીના ભાગરૂપે આજથી માસ્ક અને જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે પોલીસે શહેરમાં માસ્ક વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માસ્ક વગરના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જયારે સામાજિક અંતર નહી જાળવનાર દુકાનદારો અને લારી વાળાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હોવાનું એસપી શરદ સિંઘલે જણાવ્યું છે. જામનગર શહેર ઉપરાંત જોડિયા, ધ્રોલ, કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલકા મથકે પણ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી કામગીરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here