કોંગ્રેસે કેમ કારને રસ્સા વડે ખેચી, પોલીસે કેમ અટકાયત કરી ?

0
607

જામનગર : પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવ વધારાને લઈને આજે જામનગર કોંગ્રેસ મેદાને આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ એકત્ર થઇ સુત્રોચ્ચાર કરી, ઉગ્ર વિરોધ કરતા પોલીસે ૩૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા મહામારીના સમયમાં પેટ્રોલ-ડીઝલ સહિતમાં કમ્મરતોડ ભાવ વધારો કરતા જામનગરમાં આજે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સંગઠન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત ડીકેવી સર્કલ પાસેથી કરવામાં આવી હતી. એકત્ર થયેલ કાર્યકરોએ મોંઘવારીના મારની સામે વિરોધી બેનરો સાથે કતારબદ્ધ થયા હતા.  દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ એક કારને રસ્સા વડે ખેચીમ હવે ઇંધણ પુરાવવાના પૈસા નહી રહ્યા હોવાનો ભાવ રજુ કરી અનોખો વિરોધ કર્યો હતો.

જામનગર શહેર કોંગ્રેસ સંગઠન અને કોગ્રેસના નગરસેવકો સહિતનાઓ કેન્દ્ર-રાજ્ય સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરી રસ્તા પર બેસી ઉગ્ર વિરોધ શરુ કર્યો હતો.દરમિયાન કોંગ્રેસની રેલી ડીકેવી થી નીકળી કલેકટર કચેરી પહોંચી હતી. જ્યાં આવેદન આપવામાં આવે તે પૂર્વે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્રતા દર્શાવતા અને  વિરોધ કરી રહેલ મહિલાઓએ બંગડીઓ ફેકતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વિરોધ કરી રહેલ ૩૦ કાર્યકરોની અટકાયત કરી સીટી બી ડીવીજન પોલીસ મથકે લઇ ગઈ હતી. અનલોક એક પીરીયડમાં દેખાવો કરી વિરોધ કરનાર અને જાહેરનામાનો ભંગ કરનાર કોંગ્રેસી કાર્યકરોની સામે જાહેરનામાં ભંગ સબબ ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ શરુ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here