જામનગર : એ યુવાનની હત્યા નીપજાવી હોવાનો પીએમ રીપોર્ટમાં ઘટસ્ફોટ

0
716

જામનગર : બે દિવસ પૂર્વે મહાકાલી ચોક પાસેના સબરી નગર વિસ્તારમાંથી એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસે અજાણ્યા સખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી છે.

બે દિવસ પૂર્વે જામનગરમાં વુલનમિલ નજીક, ખેતીવાડી વિસ્તારની સામે સબરીનગરમાંથી મનોજ ફળિયાતર ઉવ ૩૫ નામના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શરીરે ઈજા પામેલ આ યુવાનના મૃતદેહને સીટી સી ડીવીજન પોલીસે કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીજી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં મૃતદેહના કરાયેલ પીએમમાં યુવાનનું મોત બોથડ પદાર્થના ઘા લાગવાથી થયું હોવાનું સામે આવ્યુ હતું. ઘરથી દુર રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાનું સામે આવ્યું છે બની શકે દારૂ પીવા બાબતે કોઈ સખ્સો સાથે બોલાચાલી થયા બાદ યુવાનની હત્યા કરી દેવાયાની પોલીસે આશંકા સેવી છે. અજાણ્યા સખ્સો સુધી પહોચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS