જામનગર: વિજ તંત્રનો સપાટો, એક જ દિવસમાં ૬૬ લાખની વીજ ચોરી

0
620

જામનગર પીજીવીસીએલ દ્વારા આજે શહેરના જુદાજુદા વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 35 ટુકડીઓ દ્વારા 407 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 88 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી. ચેકીંગ દરમિયાન આ ગ્રાહકોને ૬૬ લાખના બિલ આકારણી કરી હતી.

આજે વહેલી સવારથી જ 21 એસઆરપી જવાન, 13 સ્થાનિક પોલીસ જવાન, આઠ એક્સ આર્મીમેન અને ત્રણ વીડિયોગ્રાફર સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ દ્વારા સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા નવાગામ ઘેડ વિસ્તાર, ભીમવાસ, રામવાડી, ગુલાબનગર અને રવિપાર્ક સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો. 21 એસઆરપી જવાન, 13 સ્થાનિક પોલીસ જવાન, 8 એક્સ આર્મી મેન અને ત્રણ વીડિયોગ્રાફર સહિતની ટીમ દ્વારા જુદી જુદી ટીમો ચેકિંગ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં બપોર સુધીમાં 407 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 88 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેને લઇને પીજીવીસીએલની ટીમ દ્વારા આ ગ્રાહકોને ૬૬ લાખની વીજચોરીના બિલ આકારણી કરવામાં આવ્યા હતા.

NO COMMENTS