અરેરાટી : ઓનલાઈન શિક્ષણ બન્યું વિદ્યાર્થીનીના મૃત્યુનું કારણ,

0
660

જામનગર : હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે જેની સૌથી મોટી પ્રતિકુળ અશર જો કોઈને પડી હોય તો તે છે બાળકોના શિક્ષણ પર, ખાનગી અને સરકારી શાળાઓએ ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા ઉભી કરી શિક્ષણ આપવાનું શરુ કર્યું છે. જો કે આ પદ્ધતિ સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી થોડો વિરોધ થઇ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે ગઈ કાલે જામનગરમાં આ જ શિક્ષણ પદ્ધતિએ એક માસુમ વિદ્યાર્થીનીનો ભોગ લઇ લીધો છે. વિદ્યાર્થીના પિતાએ ઓનલાઈન શિક્ષણ બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.

જામનગરમાં ઓનલાઈન શિક્ષણ એક વિદ્યાર્થીની માટે અભિશાપરૂપ બની ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના એરફોર્સ-૨ રોડ આવેલ દાઢીની વાડીમા રામકૃષ્ણ સોસાયટી શેરી નં.૭માં રહેતા દિનેશભાઇ અકબરીની ૧૭ વર્ષીય પુત્રી બ્રિન્દાએ ગઈ કાલે સાંજે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું. આ બનાવ અંગે સીટી સી ડીવીજન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી જીજી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના માતા રેખાબેને આ બનાવ અંગે પોલીસમાં નિવેદન આપ્યું હતું કે મૃતકને તેના પિતાએ ઓન લાઇન અભ્યાસ કરવા બાબતે થોડો ઠપકો આપ્યો હતો જેથી તેણીને લાગી આવ્યું હતું અને ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવે આ વિસ્તાર તેમજ પટેલ સમાજમાં ચકચાર સાથે શોક જન્માવ્યો છે. ઓન લાઈન એજ્યુકેશન બાબતે તરુણીએ જીવ ગુમાવતા શહેરમાં પણ ચર્ચાઓ જાગી છે.

NO COMMENTS