જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 72 કલાક દરમિયાન કોરોનાએ કહેર વર્તાવ્યો છે, અને શહેર-જિલ્લામાં મહા વિસ્ફોટ થયો છે. ગુરુવાર અને ૧૩મી તારીખે કોરોના ના કેસનો આંકડો સમગ્ર જિલ્લાના બેવડી સદીની નજીક પહોંચી જતાં ભારે ગભરાટનો માહોલ ફેલાયો હતો.અને ગુરુવારે જામનગર શહેરના એકી સાથે ૧૪૭ કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના પણ ૪૬ સહિત કુલ ૧૯૩ પોઝીટીવ કેસ નોંધાતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યાર બાદ ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે પણ જામનગર શહેરના ૭૯ અને ગ્રામ્ય વિસ્તારના ૧૪ સહિત ૯૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 161 કેસ નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે. લોકોએ પણ કોરોનાથી ખૂબ જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.
આજે શહેરમાં 121 અને ગ્રામયમાં 40 દર્દીઓ નોંધાયા હતા. જેમાં મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી પણ સંક્રમિત થયા હોવાનું જાહેર થયું છે. છેલ્લા 72 કલાક દરમિયાન શહેરના 347 અને ગ્રામ્યના 100 સહિત એકીસાથે 447 પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ છે. જ્યારે શહેરી વિસ્તારના 127 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 22 સહિત 149 દર્દીઓને કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી છે. આ ઉપરાંત 28 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈ કાલે મ્યુકોર્માઇકોસિસની બીમારીના વધુ ચાર દર્દીઓનો ઉમેરો છેહાલ ઇ.એન્ડ.ટી. વિભાગમાં કુલ પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે.