જામનગર: કુખ્યાત હુસેન શેખના ફાર્મ હાઉસ પર ગુલડોઝર ફેરવી દેવાયા બાદ વધુ એક ફરિયાદ

0
869

જામનગર અપડેટ્સ: જામનગરમાં ગેગરેપ સહિતના ગુનામાં સંડોવાયેલ અને હાલ જેલવાસ ભોગવી રહેલ કુખ્યાત હુસેન શેખ સામે પોલીસે ગાળિયો કસીયો છે અને વધુ એક ફરિયાદ દાખલ કરી છે. ચાર દિવસ પૂર્વે ૧૧ વીઘાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાયા બાદ આ જ ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરાર ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં દાખલ થઇ છે. ઉલ્લેખનીય છે કે હુસેન શેખ સામે ડ્રગ્સ, હથિયાર ધારા અને ગેંગ રેપ સહિતની અડધો ડઝન ઉપરાંત ફરિયાદો નોંધાઈ ચુકી છે ઉપરાંત ગેર કાયદે લંગરીયા નાખી વીજ ચોરી સબંધિત પણ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર પોલીસે કુખ્યાત માથાભારે સખ્સ હુસેન શેખ સામે વધુ સખ્તાઈ વર્તી છે. છઠ્ઠી નવેમ્બરના રોજ કુખ્યાત હુશેન અને તેના અન્ય બે મિત્રો સામે ગેંગ રેપની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આરોપીના જુદા જુદા રહેણાંક મકાનોમાં ડાયરેક લંગરીયા નાખી ગેર કાયદે વીજ જોડાણ મેળવી વીજ કંપનીને લાખોનું નુકસાન પહોચાડ્યું  હોવાનું સામે આવતા તમામ રહેણાંક પર પોલીસની હાજરીમાં વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખી લાખો રૂપિયાની વીજ ચોરી સબંધિત કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી વચ્ચે પોલીસે તપાસ કરતા જે સ્થળે યુવતી પર ગેંગ રેપ થયો હતો તે હુસેનના મોટા થાવરિયા ગામે આવેલ ફાર્મ હાઉસ પર નજર દોડાવી હતી. જેમાં ફાર્મ હાઉસ ગૌચરની જમીન પર ઉભું કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે મહેસુલ પ્રસાસનને જાણ કરી હતી. ત્યારબાદ વહીવટી પ્રક્રિયા કરી હુસેન શેખના આ ફાર્મ હાઉસ અંગે નોટીસ પાઠવી ૧૫ દિવસમાં ખાલી કરી દેવા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.જો કે આ નોટીસ બાદ ફાર્મ હાઉસ ખાલી નહી કરવામાં આવતા પોલીસે વહીવટી પ્રસાસનને સાથે રાખી ગત ગુરુવારે બુલ્ઝોર ફેરવી દીધું હતું. પોલીસ અને વહીવટી પ્રસાસને બુલ્ઝોજર ફરવી દઈ કરોડો રૂપિયાની ૧૧ વીઘા જમીન સરકાર હસ્તે કરી હતી. પોલીસ અને વહીવટી પ્રસાસનની આ કાર્યવાહીની નોંધ રાજ્યના ખુદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લઇ એસપી પ્રેમસુખ ડેલુ અને જામનગર પોલીસના જાહેર મંચ પરથી વખાણ કરી પીઠ થાબડી હતી.

આ કાર્યવાહી બાદ ફાર્મ હાઉસ કઈ રીતે કબજે કર્યું તેની તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. એમાં હુસેન અને આરોપીઓ અફઝલ સિદિક જુણેજા અને હુંશેન ગુલમામદ શેખએ એકબીજા સાથે મિલાપીપણુ કરી ખોટો વેચાણ કરાર બનાવી મોટા થાવરીયા ગામની સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદે ગુન્હાહીત કાવતરુ રચી વેચાણ કરારને સાચા તરીકે ઉપયોગ કરી મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરા પહોચ મેળવી ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે બંને આરોપીઓ સામે વધુ એક ફરિયાદ દાખલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here