જામનગર: હવે શહેર બનશે વધુ સુંદર, કેમ કે..

0
3836

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે સાંજે મળી હતી. જેમાં વિકાસની હરણફાળ ભરી રહેલ શહેર વધુ વિકસિત બને તે માટે રૂપિયા 81 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં મુખ્ય અને મહત્વકાંક્ષી ગણાવી શકાય એવું કામ છે રણમલ તળાવના વધુ બે ફેઈસનું બ્યુટીફીકેશન કામ, જોગિંગ, યોગા સેન્ટર અને સાયકલિંગ ટ્રેક સાથેના બ્યુટીફીકેશન માટે 38 કરોડના ખર્ચને મંજુર કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગઠરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક, જેમાં 81 કરોડના કાર્યો મંજુર કરાયા, રણમલ લેક બ્યુટીફીકેશ પાર્ટ 2 અને 3 માટે 38.82 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આ કામની વાત કરવામાં આવે તો, આ કામોમાં મુખ્ય અને મહત્વકાંક્ષી ગણાવી શકાય એવું કામ છે રણમલ તળાવના વધુ બે ફેઈસનું બ્યુટીફીકેશન કામ, જોગિંગ, યોગા સેન્ટર અને સાયકલિંગ ટ્રેક સાથેના બ્યુટીફીકેશન માટે 38 કરોડના ખર્ચને મંજુર કરવામાં આવ્યો છે. સ્વીપર ટ્રક માટે 3 વર્ષના કોન્ટ્રાકટ પેટે ₹ 15 કરોડ, ઢોર ડબ્બાઓ પર વાર્ષિક લીલું ઘાસ પૂરું પાડવા 3 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

વિધાનસભાના વિસ્તારોમાં બે કરોડના સિવિલ વર્ક, 4 સિવેજ પંપિંગ સ્ટેશન પર નવી મશીનરી માટે 1 કરોડ, નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ મેઇનટેન્સ માટે અડધા કરોડ, વોર્ડ 9 અને 16માં 3.60 કરોડના સીસી રોડ માટેના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત GIDC-F3માં 2.23 સીસી રોડ, વોર્ડ 15 અને 13માં બે કરોડના સીસી રોડ, જામનગર બાયપાસથી ધોરી વાવ સુધી 2.31 કરોડ ₹ સીસી રોડ માટે મંજુર કરાયા છે આ ઉપરાંત જકાતનાકાને સાંઢિયા પુલ અને વિજયનગર સુધી જોડતાં બે ડીપી રોડને પણ સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટ માંથી 15 લાખ ઉપરાંતના કામના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કમિટીએ કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓનો કરાર પૂર્ણ થઈ જતા રીન્યુ કરવાનો નિર્ણય કરવાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here