ફાયરીંગ: એકને એક કરોડની સોપારી, પાંચ લાખ ટોકન મની, કોઇના ભાગે ૫૦ હજાર તો કોઈને માત્ર બે હજાર, હથિયાર જયેશે જ મોકલ્યા’તા

0
1471

જામનગર : જામનગર જીલ્લા સહીત રાજ્યભરમાં ચકચારી બનેલ જામનગરના ફાયરીંગ પ્રકરણમાં પોલીસે સાત આરોપીઓને પકડી પ્રાથમિક પુછ્પરછ કરી છે. જેમાં આરોપીઓનું માનવામાં આવે તો કરોડો રૂપિયાની સોપારી નક્કી કરવામાં આવી હતી. હથિયારો જયેશે સપ્લાય કર્યા હતા જયારે વારદાતનું કાવતરું બે ત્રણ માસ પૂર્વે જ રચવામાં આવ્યું હતું.

જામનગરમાં ગત ગુરુવારે રણજીત સાગર રોડ પર આવેલ ઈવા પાર્ક બેમાં પોતાના નવા મકાનની સાઈટ પર ગયેલ જયસુખ પેઢડીયા પર બાઈકમાં આવેલ ચાર સખ્સોએ ફાયરીંગ કર્યું હતું. જેમાં જયસુખને મોઢાના ભાગે ઈજા પહોચી હતી. આ બનાવ બાદ પોલીસે જયેશ પટેલના ઇસારે ફાયરિગ થયું હોવાની કાવતરા અને હત્યા પ્રયાસ સબંધિત ફરિયાદ નોંધી નાશી ગયેલ આરોપીઓની શોધખોળ શરુ કરી હતી. આરોપીઓને પકડવા સીસીટીવી મહત્વના સાબિત થયા હતા. એલસીબીએ આ પ્રકરણમાં સંડોવાયેલ મયુર આલાભાઈ હાથલિયા રે. હરિયા કોલેજ પાછળ, જામનગર તેમજ દીપ હીરજીભાઈ હડિયા, રે. ગોકુલનગર, સુનીલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ, કરણ ઉર્ફે કારો ભીખાભાઈ કેસરિયા, ભીમસી ગોવાભાઈ કરમુર અને એક ટાબરિયા સહીત સાત સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જયેશ પટેલની સંડોવણી સામે આવી હતી. સીટી એ ડીવીજન પીઆઈના જણાવ્યા અનુસાર જયેશ પટેલે મુખ્ય ભૂમિકામા ભજવી આરોપીઓને સોપારી આપી હતી. સુત્રોનું માનવામાં આવે તો એક એક આરોપીના ભાગે એક કરોડ રૂપિયા નક્કી થયા હતા. જો કે સોપારીના ટોકન રૂપે જયેશે રૂપિયા પાંચેક લાખ મોકલાવ્યા હતા. જેમાં આરોપીઓના કદ પ્રમાણે રૂપિયા વેચાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. પીઆઈ જરુના જણાવ્યા અનુસાર કોઈના ભાગે ૫૦ હજાર તો અમુકના ભાગે માત્ર ૨૦ હજાર જ આવ્યા હતા. આરોપીઓ અને જયેશ છેલ્લા બેત્રણ મહિનાથી સંપર્ક માં હોવાનું સામે આવ્યું છે. જયારે બંને હથીયારો જયેશે પુરા પડ્યા હતા. અમદાવાદથી જયેશ પટેલે કોઈ સખ્સને જામનગર મોકલી હથિયારો પુરા પાડ્યા હતા. વારદાતને અંજામ આપ્યા બાદ તમામને એક-એક કરોડની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  આ પ્રકરણમાં મુખ્ય ભૂમિકામાં રહેલ ભાવેશ આહીરને પણ દબોચી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડાયેલ છ સખ્સોને આવતી કાલે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરશે.

NO COMMENTS