જામનગરમાં જુના નાગના ગામે નવયુગ સ્કુલ પાસે રહેતા પડોશીઓ વચ્ચે થયેલ બોલાચાલી બાદ મામલો મારામારી પર ઉતરી આવ્યો, વાત જાણે એમ છે કે એક પાડોશીની દીવાલને કોઈ નુકશાન પહોચાડી જતું અને કપડા પણ ચોરી કરી જતું હોય, પાડોશીને પાડોશી પર શંકા ગઈ હતી આ શંકા મારામારી સુધી પહોચી ગઈ
જામનગરમાં જુના નાગના ગામમાં નવયુગ સ્કુલ પાસે હરીહર નગરમાં રહેતા સવીતાબેન છગનભાઈ કણજારીયાએ પડોશીઓ બાબુભાઈ ભુડ, આશાબેન બાબુભાઈ ભુડ, સોનલબેન બાબુભાઈ ભુડ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓના મકાનન અગાસીની દિવાલ કોઈ તોડી નાખતુ હોય અને તેના પાણીના ટાંકામા કચરો નાખતા હોય અને અગાસી માથી સુકવેલ કપડા ચોરી જતા હોવાની શંકા તેણીના પતિ પર રાખી, બીભત્સ વાણીવિલાસ આચાર્યો હતો.
ત્યારબાદ ત્રણેય એકત્ર થઇ લોખંડના પાઈપથી હુમલો કરી વાસામા ડાબીબાજુ ઘા મારી, લોખંડના પાઈપથી માથામા ઘા મારી ઈજા અને આરોપી સોનલબેને છુટા પથ્થરનો ઘા કપાળમા જમણી આંખ ઉપર ઈજા ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ત્રણેય પડોશીઓ સામે ફરિયાદ નોંધી છે. પડોસી પરિવારે માત્ર શંકાના આધારે દંપતી પર હુમલો કરતા નવા નાગના ગામે ચર્ચાઓ જાગી છે.