જામનગર : જામનગરમાં આજે દિગ્જામ વુલન મિલ પાસે આજે સાંજે સમસાન નજીક એક શ્રમિક યુવાનની શંકાશ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આપ્યો છે. હત્યા, આત્મહત્યા અને અકસ્માત વચ્ચે અટક્વાયેલ બનાવ અંગે પોલીસે પીએમ પર બનાવને છોડ્યો છે.
જામનગરમાં દિગ્જામ મિલ નજીક આવેલ ખેતીવાડી સ્મસાન નજીક એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની વિગતો સામે આવતા સીટી સી ડીવીજન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતકનો કાબ્જો સંભાળી સ્થળ પંચનામું કરી ઓળખ વિધિ કરી હતી. જેમાં આ યુવાનનું નામ મનોજ નાથાજી ભીલ ઉવ ૩૫ હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે તેના પરિવારજનોને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભીમવાસમાં સબરીનગરમાં રહેતા મૃતક અંગે તેના શંકર ટેકરી રહેતા ભાઈને જાણ કરવામ આવી હતી જેના પગલે પરિવારજનોએ પહોચી મૃતકની ઓળખ આપી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક દારૂ પીવાની ટેવ વાળો હતો અને જે સ્થળે મૃતદેહ મળી આવ્યો તે સ્થળે તેનો પ્લોટ આવેલ છે. જો કે મૃતકના શરીરના પાછળના ભાગે સગળી ગયેલાનું નિશાન શંકા ઉપજાવે એવું છે. છતાં પણ એ ઇંજા પરથી પણ મૃત્યુ અંગેનું કોઈ કારણ સ્પષ્ટ નહી થતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. પીએમ રીપોર્ટ બાદ જ કારણ સ્પસ્ટ થશે. હાલ હત્યા, આત્મહત્યા અને અકસ્માત વચ્ચે અટવાયેલ બનાવને લઈને શહેરમાં ચર્ચા જાગી છે.