જામનગર: માતાએ ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી દીધા, કારણ આવ્યું સામે..

0
1333

જામનગર તાલુકાના ધુતારપર ગામે રવિવારે સવારે એક શ્રમિક પરિવારનો માળો વિખેરાઈ ગયો, શ્રમિક મહિલાએ પોતાના ત્રણ સંતાનોને કુવામાં ફેંકી પોતે પણ કૂવામાં જંપલાવી આપઘાત કરી લીધો છે. પોલીસે મૃતક જનેતા સામે પોતાના ત્રણ સંતાનોને મારી નાખવા અંગે હત્યા સંબંધિત ફરિયાદ દાખલ કરી છે. આ બનાવના પગલે સભ્ય સમાજમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.7

જામનગર તાલુકાના ઘુતારપર ગામે રસિકભાઈ દામજીભાઈ પટેલની વાડીએ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રણજીતગઢ ગામેથી કમલેશભાઈ જ્ઞાનસિહ મિનાવા નામનો 30 વર્ષનો યુવાન તેના પરિવાર સાથે આ વર્ષે મજૂરી કામ કરવા આવ્યો હતો. બે પુત્રી અને એક પુત્ર તેમજ પત્ની સહિત વાડીએ રહેતો આ પરિવાર મજૂરી કરતો હતો. પરંતુ રવિવારનો દિવસ આ પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો. શ્રમિક યુવાનના પત્ની ધનુબેન ઉર્ફે સંગીતાબેન મીનાવાએ વાડીના કુવામાં પોતાના ત્રણ સંતાનો દિકરી મમતા ઉંમર વર્ષ 6 અને દીકરી અંજલિબેન ઉંમર વર્ષ ત્રણ તેમજ નવ માસના પુત્ર સોહનને વાડીના કૂવામાં ફેંકી દઈ પોતે પણ પાણી ભરેલા કુવામાં જંમ્પલાવ્યું હતું. પોતાની પત્નીએ સંતાનો સાથે કુવામાં જપલાવ્યું હોવાની જાણ થતા પતિએ રાડારાડી કરી મૂકી હતી. જેને લઈને આજુબાજુ ની વાડીના લોકો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવ અંગે કાલાવડ ફાયરને પણ જાણ કરવામાં આવી હતી જોકે ગ્રામજનો અને ફાયરના સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલ જહેમતનું હકારાત્મક પરિણામ ન આવતા ચારેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે મૃતકના પતિ કમલેશ ભાઈ મીનાવા એ પંચકોષી એ ડિવિઝનમાં પોતાની મૃતક પટની સામે ત્રણ સંતાનોને મારી નાખવા સંબંધ ફરિયાદ દાખલ કરાવી હતી. પતિએ ફરિયાદમાં આપેલ નિવેદન મુજબ, તેની પત્નીને પિયર જવું હતું જોકે પોતે ભાગમાં રાખેલ જીરાનો હિસાબ લેવાનો બાકી હોય ત્યાંથી રૂપિયા આવી ગયા પછી પિયર જવાનું કહ્યું હતું. જેને લઈને પત્નીને મનમાં લાગી આવ્યું હતું અને ત્રણેય સંતાનો સાથે કૂવો પૂર્યો હોવાનું સામે આવ્યું છે. પતિએ મૃતક પત્ની સામે ત્રણ સંતાનોની હત્યા કત્વ સબબ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પંચકોશી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે. એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુના પગલે નાના એવા ધુતારપર ગામમાં ચોકનો મોજુ ફરી વળ્યું હતું અને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે.

NO COMMENTS