જામનગર : જામનગર શહેર પોલીસ વિભાગમાં તબદીલી થવા પામી છે. સીટી સી ડીવીજન સંભાળતા પીઆઈ એમજે જલુને એલસીબીના પીઆઈ તરીકેની નિમણુક આપવામાં આવી છે. પીઆઈ ડોડીયાની બદલી બાદ એલસીબી લાંબા સમયથી ઇન્ચાર્જ પીઆઈને હવાલે હતું. હવે લાંબા સમય બાદ એલસીબીમાં નિયમિત પીઆઈની નિમણુંક થવા પામી છે. અગાઉ પીએસઆઈ તરીકે લાગલગાટ ચાર વર્ષથી પણ વધુ સમય સુધી મેઘપર પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલ એમજે જલુની પ્રોમોશન સાથે કચ્છ બદલી થઇ હતી. જ્યાંથી ગત વર્ષે જ પીઆઈ જલુની જામનગર ખાતે બદલી થઇ હતી અને સીટી સી ડીવીજન પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. જ્યાંથી તેઓને એલસીબીની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે શહેરના ઇતિહાસમાં કોઈ મહિલા પીઆઈને સ્વતંત્ર ડીવીજન સોંપવામાં આવ્યું છે જેમાં ઈન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઈમ અગેઈન્સ્ટ વુમનના પીઆઈ યુ એચ વસાવાને સીટી સી ડીવીજન પીઆઈ તરીકે તથા સીટી એ ડીવીજનના પીઆઈ ટી એલ વાઘેલાને મહિલા પીઆઈની જગ્યાએ તબદીલ કરાયા છે. આ ઉપરાંત પીએસઆઈ તરીકે કાલાવડ ખાતે ફરજ બજાવી ગયેલ પીઆઈ એમ આર ગોંડલીયાની સીટી એ ડીવીજન પીઆઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે.