જામનગર : મેઘ મુકામ, છેલ્લ્લા ૨૪ કલાકમાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ

0
713

જામનગર : જામનગર જીલ્લામાં મેઘરાજાની કૃપા અવિરત રહી છે. ગઈ કાલે જામનગર, જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી માંડી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. જેમાં જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કંટ્રોલરૂમના આકડા કહિ રહ્યા છે.

જામનગર જીલ્લામાં દરરોજ બપોર બાદ વરસાદી માહોલ રચાય છે. ગઈ કાલે પણ આ જ વાતાવરણ અવિરત રહ્યું હતું. જીલ્લાના તાલુકા મથકોએ ખાસ વરસાદ વરસ્યો ન હતો. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડી ગયો હતો. જેમાં જામજોધપુર તાલુકાના ઘુનડા ગામે ત્રણ ઇંચ, પરડવા ગામે સોમવારે ચાર ઇંચ બાદ ગઈ કાલે વધુ અઢી ઇંચ વરસાદ વરસી ગયો છે. જેને લઈને નદી નાલા વધુ એક વખત પુરમાં તબદીલ થયા હતા.

જયારે લાલપુર તાલુકાના ભણગોર ગામે પણ અઢી  ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જામનગરના અલીયાબાળામાં એક ઇંચ જયારે તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ કાલાવડના ખરેડી, નવાગામ, મોટા પાંચદેવડામાં અડધો અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

NO COMMENTS