જામનગર : ગોદ ભરાઈ પણ આવું દુઃખ આવી પડતા પરિણીતાએ મોત મીઠું કર્યું

0
641

જામનગર : સમાજમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય એને ક્યારેય દુઃખ પડ્યું ન હોય, પણ દુઃખ પડતા અમુક મજબૂત બની સામનો કરે છે અમુક નાશી પાસ થઈ જીવતરનો અંત આણતા હોય છે એવું જ કાંઈક બન્યું છે જામનગર નજીકના સિક્કા ગામે એક પરિવારની પરિણીતા પર, ગર્ભ સંસ્કાર ધારણ કરે એ દરેક પરિણીતાનું સપનું હોય છે. અહીં પરિણીતાએ ગર્ભ ધારણ કર્યો પણ કુદરતી કૈક ખામી રહી જતા બાળક પૂર્ણ રૂપ ધારણ ન કરી શક્યું, જેને લઈને પરિણીતાએ જીવતરનો અંત આણી લીધો હોવાનું જાહેર થયું છે.

જામનગર નજીકના સિક્કા ગામે ભગવતી સોસાયટીમાં સોનુમેસવાળાની સામે રહેતા બાવાજી પરિવારની હેતલબેન જયદિપગીરી દિનેસગીરી ગોસ્વામી ઉ.વ.૨૩ નામની પરિણીતાએ વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પોતાના ઘરે રવેસમા લોખંડની જાળીમા દુપટ્ટો બાંધી પોતાની જાતે ગળા ફસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારે પરિણીતાનો લટકતો દેહ નિહાળતા બાવાજી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આ બનાવ અંગે મરીતકના પતિ મરણ જયદિપગીરી દિનેશગીરી ગોસ્વામીએ જાણ કરતા સિક્કા પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પતિના પોલીસમાં આપેલ નિવેદન મુજબ, સાત માસ પૂર્વે જ મૃતક સાથે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. આસરે બે માસ પહેલા પોતાના ગર્ભમા બાળક ખોડખાપણ વાળૂ હોવાથી તબીબોએ ગર્ભપાત કરાવવાનું કહયુ હતું. આ બાળક ખોડખાપણ વાળૂ હોવાથી પોતાને લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે તેણીના માવતર પક્ષનું નિવેદન નોંધવા પણ તજવીજ શરૂ કરી છે.

NO COMMENTS