Jamnagar: રાજકોટમાં TRP ગેઈમ ઝોનમાં બનેલ આગજનીની ગોઝારી દુર્ઘટના બાદ રાજય સરકારની સુચના મુજબ જામનગર મહાનગરપાલિકા નાયબ કમિશ્નર, સીટી એન્જીનીયર, ચીફ ફાયર ઓફિસર ધ્વારા તા. ૨૮/૦૫/૨૦૨૪ ના જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે તથા ૧ ટીમ જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ(જાડા) ના વિસ્તારો માટે રચવામાં આવી હતી. આ ટીમો ધ્વારા હોસ્પીટલ્સ, શૈક્ષણિક સંકુલ, સિનેમા/ મોલ્સ, ટયુશન કલાસીસ, હોટલ/ રેસ્ટોરન્ટસ વિગેરેમાં ફાયર એન.ઓ.સી./ રીન્યુઅલ, વપરાશ પરવાનગી વિગેરે બાબતેની ચકાસણી તા.૨૮/૦૫/૨૦૨૪ થી શરૂ કરવામાં આવી હતી.
તા. ૦૫/૦૬/૨૦૨૪ ના બપોરથી તા. ૦૬/૦૬/૨૦૨૪ ના બપોર સુધીમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ રેસ્ટોરન્ટસ કે જેમાં ફાયર એન.ઓ.સી. કે બી.યુ. પરમીશન ન હોય, તેવી કુલ ૫ રેસ્ટોરન્ટસ સીલ કરવામાં આવેલ તેમજ જુદા-જુદા વિસ્તારોમાં કુલ ૧ જેટલી સ્કુલ તથા ૩ ટયુશન કલાસીસ સીલ કરવામાં આવ્યા છે. સીલ કરવામાં આવેલ મિલકતોમાં ખીજડીયા બાયપાસ પાસે આવેલ ખ્યાતનામ હોટલ જય માતાજી ગુલાબ નગરમાં ઇન્ડિયન હોટલ ગુલાબનગરમાં બુખારી શા રેસ્ટોરન્ટ રાજકોટ રોડ પર આવેલ અતિથિ રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે જ્યારે ક્રિષ્ના સ્કૂલ, મહારાજા સોસાયટી માં આવેલ પાન ક્લાસીસ સેટેલાઈટ પાર્કમાં આવેલ સમર્થ ક્લાસીસ પણ સીલ કરવામાં આવ્યા હતા આમ 6 તારીખ સુધીમાં કુલ ૭૨ શાળાઓ 58 ક્લાસ હોસ્પિટલ અને 39 રેસ્ટોરન્ટ અને હોટેલ એમ મળીને કુલ 191 મિલકત સીલ કરવામાં આવી છે.
તા. ૦૬/૦૬/૨૦૨૪ ના બપોર સુધીમાં કુલ ૭૨ – શાળાઓ, ૫૮ – ટયુશન કલાસીસ, ૨૨ – હોસ્પીટલ્સ(પાર્ટ) હોટલ/ રેસ્ટોરન્ટસ એમ કુલ મળી ૧૯૧ પ્રોપર્ટીઝ સીલ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા તથા ૩૯ ધ્વારા આગામી દિવસો પણ ફાયર એન.ઓ.સી, વપરાશ પરવાનગી કે ફાયર એન.ઓ.સી. રીન્યુઅલ ન કરેલ હોય તેવી તમામ ઓકયુપન્સીમાં સીલીંગની કામગીરી ચાલુ રહેશે.
જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ, લો–રાઈઝ – રહેણાંક/ કોમર્શીયલ, સિનેમા/ મોલ્સ, શોપીંગ સેન્ટર, હોટલ/ રેસ્ટોરન્ટસ, હોસ્પીટલ્સ, શૈક્ષણિક હેતુના બાંધકામો, એસેમ્બ્લી પ્રકારના બાંધકામો કે જેમાં પ્રવર્તમાન ફાયર એકટ તથા કોમન GDCR મુજબ વિકાસ ૫૨વાનગી, વપરાશ પરવાનગી તથા ફાયર એન.ઓ.સી. મેળવવુ/રીન્યુ કરાવવું ફરજીયાત છે તેમજ આ જવાબદારી જે-તે બાંધકામના માલિક/વપરાશકર્તા ની રહે છે, તેવા તમામ બાંધકામોમાં તાત્કાલિક અસરથી જો વિકાસ ૫૨વાનગી, વપરાશ પરવાનગી, ફાયર એન.ઓ.સી./ રીન્યુલ ન મેળવેલ હોય તો મેળવી લેવાની જવાબદારી જે-તે આસામીની રહેશે. વધુમાં આવું ન કર્યેથી જે-તે બાંધકામના આસામી પર સરકારની સુચના મુજબની તમામ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જે એમસી તરફથી સૂચિત કરવામાં આવ્યું છે.