ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 વાગ્યાથી જ વોટીંગની શરૂઆત થઇ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જયારે 23 તારીખે મતગણતરી યોજાશે. બપોરના 2 વાગ્યા સુધી6 મનપા પૈકી જામનગર મહાનગર પાલિકામાં સૌથી વધુ ૨૮.૫% મતદાન થયું છે. જયારે સૌથી ઓછુ અમદાવાદમાં થયું છે.
જામનગરના ૧૬ વોર્ડમાં મતદાન ચાલી રહ્યું છે. બપોરના ૨ વાગ્યા સુધીમાં જામનગર મનપામાં ૨૫.૫% મતદાન થયું છે. જે ગુજરાતની ૬ મનપા પૈકી સૌથી વધુ છે. જામનગરના અત્યાર સુધી 79371 પુરુષો અને 57771 સ્ત્રીઓ મળી કુલ 137142 લોકોએ મતદાન કર્યું છે. સૌથી વધુ વોર્ડ નં-12(35.97% )માં જયારે સૌથી ઓછુ વોર્ડ.9(21.30%)માં થયું છે. જણાવી દઈએ કે જામનગરમાં કુલ 488996 મતદારો છે.
6 મહાનગરપાલિકાઓના 1,14,66,973 મતદારો મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે.