જામનગર : જામનગર શહેર જીલ્લામાં ગઈ કાલનો દિવસ રોગચાળાજન્ય અને ભારે ગુનાથી ભરેલ રહ્યો હતો. એક તરફ કોરોનાનું લોકલ સંક્રમણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યાં ફાયરીંગ જેવી ગમ્બીર વારદાતે પોલીસને દોડતી કરી હતી. બીજી તરફ મેઘરાજા હાઉકલી કરી મો ફેરવી લેતા હાલારીઓ થોડા નારાજ થયા છે પણ હજુ જોર યથાવત છે એટલે લાગે છે વર્ષા રાણી આજકાલમાં જ તરબોટ કરી દેશે..તો ચાલો આપણે ફટાફટ નજર કરી લઈએ…જે સમાચાર નથી સવારના અખબારમાં કે નથી ન્યુજ ચેનલમાં
(૧)જામનગર જીલ્લામાં ગઈ કાલે કાલાવડ અને જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે જામનગરમાં પણ અસહ્ય બફારો શરુ થયો હતો પરંતુ આ આશા ઠગારી નીવડી હતી. જો કે તાલુકા મથકોએ વરસાદ ન હોવાથી નોંધાયો ન હતો.
(૨) શહેરના લોકલ ટ્રાન્સમિશને ગંભીર રૂપ ધારણ કર્યું છે. ગઈ કાલે કોરોનાગ્રસ્ત એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ કાલાવડ, જામજોધપુર અને ધ્રોલ તાલુકામાંથી પણ દર્દીઓ સામે આવતા હવે જીલ્લાભરમાં લોકલ સંક્રમણ શરુ થયું છે તેથી તમામ નાગરિકોએ સાવચેત રહી પોતાની સલામતી રાખવી અતિ મહત્વની છે,
(૩) જીલ્લા પ્રસાસન અને ગાંધીનગર વચ્ચે કોરોનાના મોત અને દર્દીઓના દરરોજ આપવામાં આવતા આકડાઓમાં મોટી વિસંગતતા સામે આવી છે. જામનગરમાં છેલ્લા બે દિવસમાં ૩૨ દર્દીઓ નોંધાયા છે છતાં ગાંધીનગરના બુલેટીનમાં આ સંખ્યામાંથી મોટાભાગના આકડા ગાયબ છે, ઉપરાંત છેલ્લા સપ્તાહમાં એક દર્દીના થયેલ મોત અંગે પણ ગાંધીનગર નોંધ લેવામાં આવી નથી. ત્યારે આકડાઓને લઈને રાજ્ય સરકાર અને સરકારી વિભાગો માહિતી છુપાવતા હોવાની વિગતો સામે આવી છે.
(૪) જામનગરમાં ગઈ કાલે જે વિસ્તારમાં પાણી બંધ રહ્યું હતું તે અડધા જામનગરમાં આજથી પાણી વિતરણ પૂર્વવત કરવામાં આવશે. શંકર ટેકરી ઈએસઆઈની સાફ સફાઈને લઈને એક દિવસ પાણી કાપ મુકવામાં આવ્યો હતો.
(૫) જામનગરમાં બિલ્ડર પર ફાયરીંગ કરી નાશી ગયેલ સખ્સો સીસીટીવીમાં દેખાયા, લાલપુર બાયપાસથી લાલપુર તરફ જતા જોવા મળતા પોલીસે પગેરું દબાવવા રાતભર કોમ્બિંગ કર્યું
(૬) જામનગર બાદ જામજોધપુરમાં ખૂટીયાની ઢીકે ચડેલ મોટરસાયકલ ચાલક વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ, રસ્તે રઝળતા ઢોર જીવલેણ બનતા નાગરિકોમાં ભય ફેલાયો
(૭) જામનગર અને શેખપાટ ગામે દારૂ સાથે બે સખ્સોને પંચકોશી એ ડીવીજન પોલીસે પકડી પાડ્યા
(૮) જામનગર અને મોટી ખાવડીમાં જુગાર રમતા ચાર સખ્સો સામે પોલીસની કાર્યવાહી(૯) કોરોનાનું લોકલ સંક્રમણ ઓછું કરવા પોલીસ સતત રસ્તા પર રહી બેદરકાર નાગરિકોને વિંનતી કરી રહી છે છતાં પણ બેદરકાર રહેલ નાગરિકો કોઈ કામ વગર જાણી જોઇને બહાર નીકળે છે. દુકાનદારો સમય મર્યાદાનું પાલન કરતા નથી, જેથી પોલીસે આવા ૪૧ સખ્સો સામે ફોજદારી રાહે કામગીરી કરી છે.