જામનગર: સાડા ત્રણ વર્ષના ટ્વીન્સ સહિત 47 સ્પર્ધકો વચ્ચે લાડુ સ્પર્ધા

0
738

જામનગરમાં ગણેશ ચતુર્થીના રોજ અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું…સતત 14માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર લાડુ આરોગવાની સ્પર્ધા યોજાઈ..પુરુષ, મહિલા અને બાળકોની ત્રણ કેટેગરીમાં આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના 47 સ્પર્ધકો જોડાયા હતા.


જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે લાડુ આરોગવાની સ્પર્ધા યોજાઈ હતી.જામનગર બ્રહ્મસોશ્યલ ગ્રુપ દ્રારા છેલ્લા 14 વર્ષથી લાડુ સ્પર્ધાનુ આયોજન થાય છે. આ વખતે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યા. કુલ મળીને 47 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં 25 ભાઈઓ,13 મહિલાઓ,અને 9 બાળકોએ ભાગ લીધો છે.સ્પર્ધા માટે ખાસ લાડુ તૈયાર કરવામાં આવ્યા. 100 ગ્રામના એક સરખા લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. લાડુ માટે શુધ્ધ ધી,અને દુધનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઓપન સૌરાષ્ટ્રની આ સ્પર્ધામાં જામકંડોરણા, ભાણવડ, જામજોધપુર અને જામનગર સહીતના સ્પર્ધકો એ ભાગ લીધો હતો..આ વર્ષે 39 વર્ષીય રમેશ જોટગીંયા એ 14 લાડુ ખાઈને વિજેતા થતા ખુશી વ્યકત કરી છે. બાળકો 10 વર્ષીય મથંન ચુડાસમા 4 લાડુ ખાઈને વિજેતા થયા. અને મહિલાઓમાં પદમીનીબૈન ગજેરાએ 10 લાડુ ખાઈને મહિલાઓમાં વિજેતા થયા છે.

NO COMMENTS