જામનગર: જયેશ પટેલનું 4 કરોડની ખંડણી વસુલાત પ્રકરણ આવતીકાલે કોર્ટમાં

0
1237

જામનગર : જામનગરના એક આસામી પાસેથી કુખ્યાત જયેશ પટેલ અને તેના સાગરીતોએ વસુલેલી રૂપિયા ચાર કરોડના ખંડણી પ્રકરણમાં આવતીકાલે રાજકોટ કોર્ટમાં દલીલો હાથ ધરાશે. ભોગગ્રસ્ત નાગરિકને કેટલી રકમ પરત કરી શકાય ? આ બાબત પર બંને પક્ષની દલીલો બાદ કોર્ટ નિર્ણય કરશે.


જામનગરમાં કુખ્યાત જયેશ પટેલના ગુનાખોરીના નેટવર્ક પર પોલીસે સિકંજો કસી
જયેશ પટેલના હસ્તે ભોગબનનાર જામનગરના એક નાગરીકે નામદાર કોર્ટમાં અરજી કરી રજુઆત કરેલ છે કે તેમણે જયેશ પટેલને ખડણી સ્વરૂપે ૪ કરોડ રૂપીયા આપેલ છે જેના પુરાવા પણ તેમણે તપાસનીશ અમલદાર રૂબરૂ રજુ કરેલ હતા. આ અરજીના જવાબમાં સંપૂર્ણ વિગતો સાથે તપાસનીશ પોલીસ અધિકારીએ વકીલ એસ. કે. વોરા મારફત વિગતો જાહેર કરેલ હતી કે સાહેદોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા. જેમા ભોગગ્રસ્ત નાગરીકે જયેશ પટેલને આગડીયા મારફત ૪ કરોડની ખંડણી ચૂકવેલ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આરોપીઓ પાસેથી ખડણીની જે રકમ જપ્ત કરવામા આવેલ છે તે કુલ ખડણીની રકમ પૈકી ફકત 35 ટકા જ રકમ જપ્ત થયેલ છે. જેને લઈને આ રીતે આવતી કાલે રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ભોગગ્રસ્ત નાગરીકને તેઓએ ચૂકવેલ ખંડણીની રકમમાંથી કેટલી રકમ પરત મળવાપાત્ર છે ? તે અંગે ગુરુવારે દલીલો કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here