જામનગર: જિલ્લાના આ 22 કેન્દ્ર પર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા

0
668

જામનગર: જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા – ૨૦૨૩ આગામી તા.૨૯-૪-૨૦૨૩ ને શનિવારના રોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ દરમિયાન જામનગર જિલ્લાના ૨૨ કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ https://cbseitms.nic.in/ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ ગર્લ્સ હાઇસ્કુલ, હરધ્રોળ હાઇસ્કુલ, જામનગર તાલુકાની શિશુ વિહાર હિન્દી હાઇસ્કુલના બે બ્લોકમાં, ડી.સી.સી. હાઇસ્કુલ, શ્રી શારદા મંદિર હાઇસ્કુલ, એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, શ્રી ડી.એસ.ગોજીયા વિદ્યાલય, શ્રી જે.કે.સોની વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, જામજોધપુર તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય, મધર ટેરેસા સ્કૂલ, જોડિયા તાલુકાની યુ.પીવી કન્યા વિદ્યાલય, શ્રેયસ હાઇસ્કુલ, કાલાવડ તાલુકાની પીબી એન્ડ બીબી હીરપરા ગર્લ્સ હાઇસ્કુલ, શ્રી જીપીએસ સ્કૂલ, દિવ્યજ્યોત હાઇસ્કુલ, લાલપુર તાલુકાની વીર સાવરકર વિદ્યાલય, એલ.એલ.એ મહેતા કન્યા વિદ્યાલય, માધવ વિદ્યાલય અને શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ એમ ૨૨ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here