જામનગર: શહેરમાં પોલીસની બીક લાગી તો ગામડામાં જુગાર રમવા ગયા જામનગરી, પોલીસ ત્યાં પણ પહોચી ગઈ

0
814

jamngar updates: જામનગર તાલુકાના બાળા ગામે સીમ વિસ્તારમાં પંચકોશી એ ડીવીજન પોલીસે દરોડો પાડી પીપળના  ઝાડ નીચે ઘોડીપાસા ફેકી જુગાર રમી રહેલા સાત સખ્સોને એક લાખ ઉપરાંતની રોકડ સહીત સવા બે લાખની મતા સાથે પકડી પાડ્યા છે. દરોડા દરમિયાન બે સખ્સો નાશી ગયા હતા. પોલીસે તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી છે.

જામનગર તાલુકા મથકથી ૧૭ કિમી દુર આવેલ બાળા ગામમાં રહેતા દીલીપસિંહ ઉર્ફે સંજયસિંહ મહાવીરસિંહ જાડેજાની કબ્જાની બાળા ગામની સીમમા આવેલ ખાખરા વાળ તરીકે ઓળખાતી વાડીમા પીપળના ઝાડ નીચે જુગાર રમતો હોવાની પંચકોશી એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમી પૈસાની હારજીત કરી રહેલ કિશોરભાઇ દયાળજીભાઇ મંગે રહે.૫૮, દી.પ્લોટ, સાંઇ-શક્તિ, પાનની બાજુમાં બાળકોના સ્મશનની બાજુમાં, જામનગર તથા નિલેશ ઉર્ફે જેરી વિજયભાઇ મકવાણા રહે. નવાગામ-ઘેડ, માસ્તર સોસાયટી, વિજય પાન હાઉસની બાજુમાં, જામનગર તથા દીલીપસિંહ ઉર્ફે સંજયસિંહ મહાવીરસિંહ જાડેજા રહે. બાડા ગામ,આશાપુરા મંદીરની બાજુમાં તા.જી.જામનગર તથા  ભરતભાઇ વલ્લભભાઇ કનખરા રહે. ૪૯-રોડ, ઇદ મસ્જીદની બાજુમાં, કલ્યાણ કેન્દ્રની બાજુવાળી ગલી, જામનગર તથા ભરતભાઇ મથુરદાસ નંદા રહે. કિશાન ચોક મોદીવાડો, નવગ્રહના મંદીર પાસે જામનગર તથા વિજયભાઇ ડાયાભાઇ મકવાણા રહે. નવાગામ ઘેડ, ઓમ-કિલ્લોલ સ્કુલની બાજુમાં જામનગર તથા ઇકબાલ સુલેમાન શોરા રહે. નાગેશ્વર, નાગના રોડ, નાગેશ્વ્રર પાર્કની સામે, હનુમાન મંદીર ચોક જામનગર તથા અને જયેશ સવજીભાઇ હરવરા રહે. ૪૯-દી.પ્લોટ, આશાપુરા મંદીર પાસે, જામનગર વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા.

પોલીસે તમામ સખ્સોના કબ્જા માંથી રૂપિયા રોકડા ર૧,૦૩,૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ. ૩૦,૦૦૦ તથા ચાર મોટરસાયકલ  કિ.રૂ.૯૫,૦૦૦ મળી કુલ રૂ.૨,૨૮,૨૦૦ ના મુદામાલ સાથે આઠ ઇસમોને પકડી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર તથા હીતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન ઝાલા રહે.બન્ને નવાગામ ઘેડ, જામનગર વાળા સખ્સો નાશી ગયા હતા. પોલીસે આ બંને સખ્સોને ફરાર દર્શાવી અન્ય સખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here