જામનગર: સોશ્યલ મીડિયામાં વાંધાજનક ફોટા અપલોડ કર્યા છે તો ખેર નથી

0
7429

અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં વધતા જતા ગન કલ્ચરના પ્રમાણ અને હિંસાત્મક બનાવો ભવિષ્યમાં આપણા દેશમાં પણ બને તે પૂર્વે પોલીસ સક્રિય થઇ છે. જામનગરની સાઈબર ક્રાઇમ સેલ ની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો દુરુપયોગ કરી કોમ્યુનિટી ગાઈડલાઇન્સનો ભંગ કરનારા નાગરિકો કે જે ગનકલ્ચર અને ડેન્જરસ ડ્રાઇવિંગ ઓનલાઇન પ્રમોટ કરી રહ્યા છે.આવા યુઝર્સને શોધી કાઢ્યા છે, અને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત તેઓ ભવિષ્યમાં ભૂલ ના કરે તે અંગેની સમજ અને નિયમોથી માહિતીગાર કરી યોગ્ય દિશા આપી હતી, અને પ્રિએક્ટિવ તથા પ્રિવેન્ટીવ પુલીસિંગ નું ઉદાહરણ આપ્યું છે.

 જામનગર શહેર અને જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરી વિવિધ કોમ્યુનિટી ગાઈડ લાઈનનો કેટલાક શખ્સો દ્વારા ભંગ કરવામાં આવે છે, અને તે સાયબર ક્રાઇમ ને લગતો ગુનો છે.  આવા ગુના અટકાવવાના ભાગરૂપે સાયબર ક્રાઇમ શેલની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના તમામ માધ્યમ પણ કડક વોચ રાખવામાં આવી હતી.

 જેમાં કેટલાક લોકો પોતાની અનોખી ઓળખ બનાવવા માટે તેમજ બાઈક પર સ્ટંટ કરતા અને હથિયાર સાથે અલગ અલગ વિડીયો તથા ફોટોસ અપલોડ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે ભારતીય મોટર વિકલ એક્ટ, ભારતીય દંડ સહિતા ઇન્ડિયન ફાયર આમર્સ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વિવિધ કોમ્યુનિટી ગાઈડલાઇન્સ નો ભંગ કરે છે. આવા નાગરિકોને શોધવામાં આવી રહ્યા હતા. જેના અનુસંધાને સાઇબર ક્રાઇમની ટીમેં જિલ્લામાંથી ૧૬ જેટલા નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા હતા. તેઓએ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર પોતાના વિડીયો અને ફોટોસ અપલોડ કરી ગન કલ્ચર તેમજ ડેન્જરસ ડ્રાઇવિંગ સહિત ની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તેની ખરાઈ કરવામાં આવી હતી. 

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.પી.ઝા ને અપાયેલી સૂચના મુજબ ટીમની પોલીસ ટુકડી અને તેમની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના વિડિયો, ફોટોસ વગેરે અપલોડ  કરનારાઓ ને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 જેમાં ફાયર આર્મસના ફોટામાં જે હથિયાર હતા તેની ખરાઈ કરવામાં આવી હતી તેમજ સાચા જેવા દેખાતા ભય ઉત્પન્ન કરતાં રેપ્લિકા વેપન (નકલી વેપન, એરગન-લાઇટર ગન વગેરે નો ઉપયોગ કરનારાઓને પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા હતા, અને તેઓ સામે કાર્યવાહી કરાઇ હતી. 

 તે જ રીતે અન્ય જિલ્લા નાગરિકોને પણ મેસેજ કરીને તેઓની આવી પોસ્ટ અપલોડ નહિ કરવા માટેની સમજ આપી હતી, તેમજ બાઈક સ્ટંટ કરતા અન્ય લોકોના વિડીયો પોતાની આઇડીમાં અપલોડ કરેલા હોય, તેવા નાગરિકોને પણ પોલીસ સ્ટેશને બોલાવી સમજ આપવામાં આવી હતી,

 ઉપરાંત સોશિયલ મીડિયા નો દુરુપયોગ નહીં કરવા જરૂરી સુચના અને તેઓ સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને શાયબર ક્રાઈમ ની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી, જ્યારે અન્ય ૧૬ જેટલા નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી છે.

 જામનગરમાં રહેતા યશ રાજેશભાઈ મહેતા નામના વિદ્યાર્થીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા અપલોડ કર્યા હતા. જેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તે જ રીતે પુનિત પ્રદીપભાઈ ખેતિયા દ્વારા પોતાને આઈડી પર  વીડિયો તથા તેના ફોટા ઇન્સટાગ્રામ ના માધ્યમથી વાયરલ કરાયા હતા જેની સામે અટકાયતી પગલા લેવાયા છે.

 આ ઉપરાંત નયન પ્રવીણભાઈ ભીંડી, એજાજ અનવરભાઈ અખાણી, ચિરાગ ગોકાણી, હર્ષલ વિજયભાઈ જોશી, વિશ્વરાજસિંહ ચંદુભા વાઢેર, વિશ્વરાજ સિંહ ગુલાબ સિંહ જાડેજા, રામસંગજી જાડેજા અંકિત તેમજ કાચી જૈનુલ વગેરે સામે હથીયાર નો વિડીયો બનાવી અપલોડ કરવા અંગે તેમ જ બાઈક પર સ્ટંટ કરવા અંગે ના પ્રકરણમાં તમામ સામે અટકાયતી પગલા લેવાયા છે, અને તમામને ફરીથી સોશિયલ મીડિયા નો દુરુપયોગ ન કરે, તે બાબતે ની સમજ આપવામાં આવી હતી.  કેટલાક તબક્કામાં હથિયાર બાઈક વગેરે કબજે કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. સાયબર ક્રાઈમની સેલની ટીમે ભવિષ્યમાં પણ સોશિયલ મીડિયા ના માધ્યમથી ઓફેન્સિવ અને નાગરિકોના જાહેર હીત ના જીવનને નુકસાન ન થાય, કે જાહેરનામાનો ભંગ ન થાય, અને તે નિયમોની અવગણના કરવામાં ન આવે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બાળકો- યુવાઓ કે જે દેશના અન્ય નાગરિકો ખોટી રીતે પરેશાન ન કરે એવા કાર્યોની વોચ કરી પ્રોત્સાહન આપવાનું કાર્ય કરાય છે. જે નહીં કરવા માટેનો ખાસ સંદેશો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here