જામનગર : આ બાયોડીઝલ કૌભાંડ તો હિમસિલા જ છે? જીલ્લાભરમાં તપાસ જરૂરી

0
707

જામનગર : જામનગર પોલીસે ગઈ કાલે ગુલાબનગર ઓવર બ્રીજથી આગળ હાપા તરફ જતા રસ્તે ગેરેજના વાડામાં દરોડો પાડી આઠ હજાર લીટર બાયો ડીઝલના જથ્થા સાથે એક સખ્સને પકડી પાડ્યો છે. જો કે બાયો ડીઝલને લઈને જીલ્લાભરમાં નેટવર્ક ફેલાયેલ છે એવી ફરિયાદો લાંબા સમયથી ચાલી રહી છે. પોલીસે આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે તો એક મોટા માથાઓ ઓઈલ તળે હાથ કાળા થઇ શકે એવી શક્યતાઓ તોળાઈ રહી છે.

જામનગરની ભાગોળે ગુલાબનગર ઓવર બ્રીજથી આગળ હાપા તરફ જતા રસ્તે જમણી બાજુ આવેલ લક્કી ગેરેજના વાડામાં હાર્દીકભાઇ સુરેશભાઇ માખેલા રહે-ગુરૂદ્રારા ચોકડી મંગલ બાગ શેરી નં-૨ ૩૦૩ શ્યામ એપાર્ટમેન્ટ જામનગર વાળો સખ્સ બાયો ડીઝલનું ગેર કાયદેસર વેચાણ કરી રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ગઈ કાલે એસઓજી પોલીસ અને શહેર મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો જેમાં વાડાની તલાસી લેતા અંદરથી બે મોટી મોટી ટાંકીઓમાં ભરેલ બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. અહીંથી પોલીસે જવલનશીલ પદાર્થ (બાયો ડીઝલ-એલડીઓ) સંગ્રહ તેમજ વેચાણ માટે રાખેલ રૂપિયા ૪,૫૬,૦૦૦ની કીમતનો ૮,૦૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો તેમજ રૂપિયા પાંચ હજારની કિંમતની બે ઇલેકટ્રીક મોટર તથા ટાંકીઓ તેમજ નોઝલ તેમજ ભુગર્ભ ટાંકો એમ મળી કુલ રૂપિયા ૫,૩૪,૦૦૦નો અનઅધિકૃત મુદ્દામાલ કર્યો હતો.

આરોપી હાર્દિકે સરકારના ધારા ધોરણ મુજબ કોઇ મંજુરી મેળવેલ ન હોય તેમજ પેટ્રોલીયમ અને પ્રાકૃતીક ગેસ મંત્રાલય નવી દિલ્લી તા-૩૦/૦૪/૨૦૧૯ ના ભારત રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરેલ નોટીફિકેશન નં-પી ૧૩૦૩૯(૧૮)૧/૨૦૧૮ સીસીપી ૨૬૨૪ મુજબ વેચાણ આઉટ લેટ માટે જરૂરી બોયો ડીઝલ વેચાણ માટે કલાસ-બી પેટ્રોલીંયમ પેદાષ હોવા છ્તા તેના કલાસ-બી ના ધારા ધોરણ મુજબની પરવાનંગી મેળવેલ ન હોવાનું સામે આવ્યું હતું તેમજ આ રીફીલીંગ મોટરથી ભરી આપવા માટે કોઇ ભાવ પત્રક કે ચેક લીસ્ટ કે કોઇ સ્ટોક રજીસ્ટર કે વેચાણ બીલ પણ નિભાવ્યા ન હતા. આ ઉપરાંત જવલનશીલ પદાર્થ અનઅધીકૃત રીતે રાખી વેચાણ કરી ફાયર સેફ્ટીના સાધનો નહી રાખી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ સામે આવ્યું હતું, જેને લઈને એસઓજી પીએસઆઈ ગઢવીએ આરોપી સામે આઈપીસી કલમ ૨૮૫ તથા આવસ્થક ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-૩,૭,૧૧ મુજબ સીટી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે છેલ્લા લાંબા સમયથી જીલ્લાભરમાં ઉઠેલી ચર્ચાઓ મુજબ અનેક સ્થળોએ મોટા માથાઓની કૃપા દ્રષ્ટિથી આવા રેકેટ ધમધમી રહ્યા છે આ તરફ પણ કાર્યવાહી કરવામાં આવે તો અનેક પ્રકરણ બહાર આવી શકે એવી સુત્રોએ શક્યતાઓ વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here