જામનગર : વોર્ડ નંબર પાંચમાં આપની સભામાં ઉમટી પડી જનમેદની, અન્ય પક્ષોમાં સોપો પડી ગયો

0
612

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીની એન્ટ્રી થતા જ આ વખતે નવા સમીકરણો રચાવવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને શહેરમાં જે ઉમળકો મળ્યો છે તે જોતા આગામી ટર્મમાં ચોક્કસથી સતા પલટો થશે જ, આવો અંદેશો સત્ય સાબિત થઇ રહ્યો હોય તેમ શુક્રવારે શહેરના નીલકમલ સોસાયટી સામે યોજાયેલ જાહેર સભા અને કાર્યાલય ઉદ્ઘાટનમાં જોવા મળ્યો છે. સાડા ત્રણ  હજારથી વધુ આમ આદમીઓની હાજરીમાં ઐતીહાસિક સભાથી વિપક્ષમાં સોપો પડી ગયો છે. ચાંદી બજારમાં યોજાતી ચૂંટણી સભાઓને જાંખી પાડતી ગઈ કાલની આપની સભામાં પ્રચંડ લોકજુવાળ જોવા મળ્યો હતો. આ લોક્જુવાળે એકી અવાજમાં જામનગરમાં આપનું સવાગત કર્યું છે.

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધી રહિ છે. ત્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ દાવેદારી કરી છે અને બહુમતી તરફ પ્રયાણ કર્યું છે. એમાય છેલ્લા અઢી દાયકાઓથી પ્રજા વચ્ચે રહી ત્વરિત કામ કરનાર કરશન કરમુરે આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી કરતાની સાથે જ જામનગર મહાનગરપાલિકાના રાજકારણ અને ચૂંટણી એજન્ડામાં નવું સમીકરણ રચાઈ ગયું. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંપલાવી આમઆદમી પાર્ટીએ એક સાથે ૪૬ ઉમેદવારોને ઉભા રાખી સામેના જૂથમાં સોપો પાડી દીધો છે. દિલ્લીમાં ફરી વળેલ આમ આદમી પાર્ટીનો જાડું જામનગરમાં ફરી વાળવાની પ્રબળ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જામનગરમાં ચૂંટણી સભાઓ ચાંદી બજારમાં યોજાતી રહી છે. પરંતુ ગઈ કાલે જામનગરના ખોડીયાર કોલોની-નીલકમલ કોલોનીના ચોકમાં યોજાયેલ ઐતિહાસિક જાહેર સભાએ તમામ રાજકીય પાર્ટીઓને દોડતી અને વિચારવા મજબુર કરી દીધી છે.

ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટી, દિલ્લીના ધારાસભ્ય અજેસ યાદવના હસ્તે નીલકમલ ચોક ખાતે આમઆદમી પાર્ટીના કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના સંગઠનના હોદેદારોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ બાદ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભા શરુ થાય તે પૂર્વે જ સમીયાણામાં રાખેલ તમામ ખુરશીઓ આમ આદમીથી ભરાઈ જતા ઐતિહાસિક સભા બની ગઈ હતી. થોડી જ વારમાં આહીર, ક્ષત્રીય, બ્રાહ્મણ, પ્રજાપતિ, ગઢવી અને રબારી, જૈન મહાજન સહિતના તમામ સમાજના નાગરિકો ઉમટી પડી હતી.  છતાં પણ જનતાનો જુવાળ સભા સ્થળ પર અવિરત રહ્યો હતોં અને જોતજોતામાં સાડા ત્રણ હજારથી વધુ પ્રજાનો સભામાં જોડાયા હતા. પ્રજાનો પ્રચંડ પ્રતિશાદ જોઈને આમ આદમીના ઉમેદવારો અને સંગઠનની ટીમ અભિભૂત થઇ હતી.

ભ્રષ્ટાચાર સામેના જંગથી રચાયેલ આમ આદમીએ પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કરી વિજયનાદ ફૂક્યો હતો. ઉપસ્થિત જનતાને આમ આદમી પાર્ટીએ દિલ્લી મોડેલને જામનગરમાં લઇ આવવાનું વચન આપ્યું હતું. ખાનગી શાળા જેવી જ સરકારી  શાળાઓ અને શિક્ષણ તેમજ ઘરે ઘરે આરોગ્યસેવા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય રાજ્યોની સામ્પેક્ષમાં મોઘી આપવામાં આવતી વીજળીમાં દિલ્લી મોડેલ અપનાવી સબસીડી આપવાનું વચન આમઆદમી પાર્ટીએ આપ્યું છે. આ તમામ વચનને શહેરના  આમ આદમીઓએ વધાવી લઇ જાડુંને સહકાર આપવાનું વચન આપ્યું હતું. દિલ્લીથી પધારેલ ધારાસભ્ય અજેશ યાદવ અને સ્થાનિક મજબુત નેતાગીરીએ જામનગરના વિકાસમાં પુરતો સહયોગ આપી ગાંધીના સપનાના ભારતના નિર્માણમાં એક ડગલું માંડવા અને સહકાર આપવા પ્રજાજનો પાસેથી વચન માંગ્યું હતું.

વોર્ડ નંબર પાંચના લોકલાડીલા ઉમેદવાર કરશનભાઈ કરમુરે પ્રજાને આશ્વાસન આપી કહ્યું હતું કે પ્રજામાં ભગવાન સમાયેલ છે અને મારામાં જ્યાં સુધી લોહીનું એક ટીપું હશે ત્યાં સુધી પ્રજાની સેવા કરીશ. સામાન્ય રીતે સ્થાનિક ચૂંટણીઓની મહાસભાઓ ચાંદી બજાર ખાતે યોજાતી રહી છે. પરંતુ ચાંદી બજારની સભાઓને જાંખી પાડી દયે એવી જાહેર સભાનું આયોજન અન્ય સ્થળે થતા શહેરભરમાં આમઆદમી પાર્ટી છવાઈ ગઈ છે. રાજકીય પંડિતો આજ દિવસ સુધી કહી રહ્યા હતા કે જામનગરની જંનતાએ ક્યારેય ત્રીજા  મોરચાને સ્વીકાર્યો નથી પરંતુ આ સભા બાદ રાજકીય પંડિતો અને બુદ્ધિજીવીઓના મંતવ્યો બદલાયા છે અને આ વખતે ત્રીજા મોર્ચારૂપી આમઆદમી પાર્ટી મેદાન મારી જાય તો નવાઈ નહી એમ આ વર્ગમાં ચર્ચાઓ શરુ થઇ છે. બીજી તરફ સ્વયમ્ભુ પ્રજાજનોનો સહકાર પણ આમઆદમીનું કદ નિશ્ચિત કરી રહ્યું છે ત્યારે આ વખતે સતાના સમીકરણો બદલાવા જઈ રહ્યા છે ત્યારે શહેરભરમાં એજ જ ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે આમ આદમીનો જાડુ જ શહેરના કચરાની સફાઈ કરશે.

NO COMMENTS