જામનગર : શિયાળાના પગરવ વચ્ચે તસ્કરોએ પણ સોસાયટીમાં પગલાં પાડ્યા, પણ…જુઓ cctv

0
633

જામનગર : જામનગર શહેરની ભાગોળે આવેલ નાઘેડી ગામે એક સોસાયટીમાં મોડી રાત્રે અમુક તસ્કરો એકી સાથે ખબકયા હતા પરંતુ બે ત્રણ મકાન બહાર ખાખા ખોરા કર્યા બાદ ચોકીદારને રૂટિન રાઉન્ડમાં ચોર મુઠીયુંવારીને ભાગ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારો ચોરીના બનાવો માં વધારો થયો છે,જામનગર નજીક આવેલા નાઘેડી વિસ્તારમાં ચોરીના અસંખ્ય બનાવો બન્યા છે,જ્યારે એક તરફ શિયાળામાં ઠંડીની સીઝન શરૂ થઈ છે,એવા રાત્રીના સમયમાં તસ્કરો બેફામ બન્યા છે, મોડીરાત્રે નાઘેડી વિસ્તારમાં આવેલી માધવગ્રીન 1 સોસાયટી ના પાછળના ભાગેથી તસ્કરોએ તીક્ષ્ણ હથિયાર વડે કાંટાળી ફેન્સીંગ તાર કાપી અને ત્રણ જેટલા તસ્કરો સોસાયટીની અંદર પ્રવેશ કર્યો ત્યારબાદ ત્રણ બ્લોકની અંદર ઘૂસી ગયા હતા,એવા સમયે સોસાયટીમાં રહેલા વોચમેનને શંકા જતા તેઓ એ તરફ દોડી આવ્યા એ સમયે ટોચ બતી કરતા વોચમેનને આવતા જોઈ ને ત્રણે તસ્કરો એ સ્થળ ઉપરથી ખાલી હાથે પલાયન થઈ ગયા ત્યારે સોસાયટીમાં વોચમેન ની સતર્કતાના કારણે ચોરીની મોટી ઘટના બનતા અટકી હતી,આ સમગ્ર ઘટના cctv કેમરામાં કેદ થઈ, જ્યારે આ ઘટનાની જાણ જામનગર પંચકોશી બી ડિવિઝન ને કરાતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના ઉપર દોડી જઈ અને સમગ્ર ઘટનાનો નિરીક્ષણ કર્યું હતું અને તસ્કરોને પકડી પાડવાની કવાયત પણ હાથ ધરી હતી.

જુઓ સીસીટીવી ફૂટેજ…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here