જામનગર : રાજકીય વિચારધારાને વરી ચૂકેલ પરણિત યુગલ વચ્ચે ઇલુ ઇલુ ? ટોકિંગ પોઈન્ટ

0
1482

જામનગર : કોઈ પણ રાજકીય પાર્ટી હોય, સાથે કામ કરતા-કરતા અનેક યુગલોના ઘર બંધાયા છે અનેકના ભાંગ્યા પણ છે. અનેકના અનૈતિક સબંધો પાપનો ઘડો ઉભરાય તેમ ઉભરાતા રહયા છે. ત્યારે હાલ જામનગરમાં રાજકીય વિચારધારાને વરી ચૂકેલ બે પરણિત સ્ત્રી-પુરુષ વચ્ચે પાંગરેલો પ્રેમ હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે.

વિજાતીય અને સજાતીય વ્યક્તિ વચ્ચે લાંબો સમય સુધીનો સબંધ પ્રેમમાં પરાવર્તિત પામે છે એવા સામાન્ય ફિલોસોફીભર્યા વલણ અનેક વખત સપાટી પર આવ્યા છે. ક્યાંક અનીતિક સબંધ  તો ક્યાંક વૈધાનિક સબંધ નિર્માણ પામે છે. આવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. વાત છે રાજકીય વિચારધારાને વરી ચૂકેલ યુગલની, એક સાથે કામ કરતી વેળાએ બે પરણિત કાર્યકરોના હૈયા મળી ગયા હતા. મોબાઈલના મેસેજ અને કોલિંગથી શરુ થયેલ આ સબંધ ગાઢ બનતો જ ગયો કે બંને પરિણીત છે એનો ખ્યાલ પણ ન રહ્યો, હાલ આ લવ સ્ટોરી શહેરમાં ટોકિંગ પોઈન્ટ બની છે.

NO COMMENTS