જામનગર : જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતને તેના જ પરીએ ડીઝલ પીવડાવી જેક વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. આખરે બંને વચ્ચે એવું શું થયું કે પતિ પત્નીની હત્યા કરવા રઘવાયો બન્યો ? આવો જાણીએ
શહેરના સાધના કોલોની પાછળ, ક્રુષ્ણા પાર્ક સોસાયટી જીતુભાઇના પ્લોટમા ગત તા. 14મીના રોજ રાત્રે દસેક વાગ્યે મંજુબેન હરીભાઇ અરજણભાઇ સોનગ્રા ( ઉવ.૩૪ ધંધો.મજુરી રહે.સાધના કોલોની પેલો ગેટ બીજા નંબરનો રોડ રાજુભાઇ બાવાજીના મકાનમાં ) નામના મહિલા પર તેના જ પતિ હરીભાઇ અરજણભાઇ સોનગ્રાએ હુમલો કર્યો હતો.
આરોપી પતિએ પ્રથમ ડિઝલ જેવુ ઝેરી પ્રવાહી પીવડાવી, લોખંડના જેક જેવી વસ્તુ વડે મારી નાખવાના ઇરાદાથી હુમલો કરી તેણીના માથાના ભાગે આડેધડ ઘા મારી માથાના ભાગે તથા કપાળના ભાગે જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ તેણીએ સિટીએ ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ ૩૦૭,૩૨૮તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ બી એસ વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
બંને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થતા આરોપી પોતાના પત્નીથી અલગ રહે છે. મહિલા પત્નીએ તાજેતરમાં આરોપી વિરૂધ્ધમાં પોલીસ ફરીયાદ કરી છે. આ બાબતનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલોસમાં જાહેર થયું છે.