જામનગર: અઢી માસનો અબળાનો સંસાર, પતીમાં પુરુષત્વની ઉણપ- સાસુનો અસહ્ય ત્રાસ

0
876

જામનગરની પરિણીતા પર ભાવનગરમાં રહેતા સાસરીયાઓએ દુખ ત્રાસ આપ્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. અઢી માસ પૂર્વે જ લગ્ન કરી સાસરે ગયેલ પરિણીતા પર પતી સહિતનાઓએ દહેજ લઇ આવવા દબાણ કરી, રસોઈ બનાવવા બાબત ત્રાસ આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત પુરુષત્વ ન હોવાનો અને પત્ની તરીકેનો હક આપવામાં નિષ્ફળ નીવડ્યો હોવાનો આક્ષેપ પત્નીએ લગાવ્યો છે.

જામનગરમાં બેડી બંદર રોડ પર રહેતી નિરંજનભાઈ શુક્લાની પુત્રી કેયુરીના લગ્ન ગત તા. ૫/૨/૨૨ના રોજ ભાવનગરના મહુવામાં રહેતા જયદીપભાઈ દિલીપભાઈ ત્રિવેદી સાથે જ્ઞાતિના રીવાજ મુજબ થયા હતા. લગ્નના પ્રથમ દિવસથી જ પતીએ લગ્નના સુટ માટેના રૂપિયા અગ્યાર હજાર ઓનલાઈન જમા કરાવવા માંગણી કરી, પડાવી લીધા હતા. લગ્નન પ્રથમ દિવસથી જ કેયુરી પર પતી અને સાસુ ભારતીબેને ત્રાસ ગુજારવો શરુ કર્યો હતો. પતીએ વધુ દહેજ લઇ આવવા અને સાસુએ ઘર કામ બાબતે મેણા માર્યા હતા.

લગ્નના દસ દિવસ બાદ માવતરે આવેલ કેયુરીને સસરીયા સભ્યો તેડવા પણ આવ્યા ન હતા. મોડે મોડેથી તેણીને જામનગરથી તેડી ગયેલ સાસરીયાઓએ ફરીથી દુખત્રાસ ગુજાર્યો હતો. આ ઉપરાંત લગ્નના પ્રથમ દિવસથી જ પતિએ તેની સાથે પતી તરીકેનાં કોઈ સબંધ રાખ્યા ન હતા. પત્નીને પ્રેમ, હૂફ અને લાગણી આપવી જોઈએ એ સબંધો પતીએ રાખ્યા જ ન હતા. પુરુષત્વની પતિમાં ઉણપ હોવાની હકીકત સામે આવ્યા બાદ પતી અને સાસુએ ત્રાસ ગુજારવો શરુ કર્યો હતો. તેણીએ પતી અને સાસુ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS