જામનગરમાં ખેડુત હિત રક્ષક સમિતી દ્રારા ફરી જમીન રીસર્વેના મુદે આંદોલનના મંડાણ થયા છે. આજે લાંબી બાઈક રેલી જોઈને કચેરીનો ધેરાવ કરીને રીસર્વે રદ કરવાની ઉગ્ર માંગણી કરી છે. અને આગામી દિવસોમાં કોઈ નિર્ણય નહી લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જામનગર જીલ્લામાં જમીન રીસર્વે મુદે ખેડુતો છેલ્લા કેટલાક વર્ષોથી પરેશાન થયા છે. જે મુદે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ સરકારી રેકોર્ડ પર અરજીનો નિકાલ કરાતો હોવાનુ જણાવી સબસલામતનો દાવો કરવામાં આવે છે. પરંતુ જમીન રીસર્વે બાદ ખેડુતો પરેશાન થયા છે. પોતાનુ માલિકીની જમીનમાંથી ઓછી, ભુલભરેલી અને અન્ય સ્થળ પર જમીન દર્શવામાં આવી છે. જેના કારણે ખેડુતો છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાન થયા છે .

આ મુદે ફરી ખેડુત હિત રક્ષક સમિતીના હેમત ખવાની આગેવાની નીચે દ્રારા બાઈક રેલી કાઢી હતી. જે શેઠવડાળાથી જામનગર શહેર સુધી આશરે 60 કિમીની બાઈક રેલી યોજીને જમીન રીસર્વે પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડુતોને સાથે રાખીને મોટી સંખ્યામાં લેન્ડ રેકોર્ડ કચેરીનો ઘેરાવ કર્યો હતો. અને બેનરો અને સુત્રોચ્ચાર સાથે ખેડુતોએ દેખાવ કર્યો.
જોડાઈ જાવ અમારા વોટ્સ ગ્રુપમાં..રહો અપડેટ જામનગર અપડેટ્સની સાથે
https://chat.whatsapp.com/I13s13Whx42DAbsthz0boM
આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિવારણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા 6 વર્ષથી આ પ્રકારની અરજી કચેરીમાં આવતી હોય છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અરજી આવી છે. અને હજુ 15 હજાર અરજીઓનો નિકાલ પેન્ડીંગ છે. જે માટે અન્ય જીલ્લાની ટીમની મદદ લઈને કામગીરી થતી હોવાનો અધિકારી દાવો કરે છે. પરંતુ જેટલી અરજીનો નિકાલ થાય છે. તેની સામે ફરી આટલી જ અરજીઓ થાય છે.
આ રેલીમાં જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વસરામભાઈ રાઠોડ ઉપરાંત જામજોધપુર તાલુકાના મોટાભાગના ગામના સરપંચો અને ખેડૂતો જોડાયા હતા.