જામનગર : લોકડાઉન-અનલોક કેટલાનો ભોગ લેશે ? ધંધો પડી ભાંગતા યુવાને આપઘાત કર્યો

0
545

જામનગર : જામનગરમાં કોરોનાકાળ દરમિયાન લોકડાઉન અને અનલોક પીરીયડમાં નાના-મોટા ધંધાદારીઓને વ્યાપક અશર થવા પામી છે. નાનો છતાં  મહામુલો ધંધો પડી ભાંગતા વધુ એક યુવાને ઝેરના પારખા કરી મોત મીઠું કર્યું છે.

લોકડાઉનના કારણે અનેક નોકરિયાત વર્ગની નોકરીઓ ચાલી ગઈ છે તો અનેક નાના ધંધાર્થીઓને પોતાના ધંધા સમેટી લેવાનો વારો આવ્યો છે. અનલોક પીરીયડમાં પણ મંદીનો માહોલ રહેતા અનેક નાનામોટા ધંધાર્થીઓ આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે એવા સમયે જામનગરમાં ધંધાનું પતન અને આર્થિક સંકળામણ યુવાનનો જીવ લઇને યથાવત રહ્યું છે. જામનગરમાં ખોજા નાકા ટીટોડી વાડી પાછળ બગલાવાડીમાં રહેતા ઉમરભાઈ અલ્લારખાભાઈ કાસરીયાના પુત્ર શાહબાજભાઈ ઉમરભાઈ કાસરીયા જાતે પીંજારા ઉ.વ. ૨૩ વાળાએ ગઈ કાલે આર્થીક પરીસ્થીતી નબળી હોય અને લોકડાઉન હોય જેથી આવક સ્ત્રોત ઓછો હોય જેથી કંટાળી જઈ કોઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે પ્રૌઢ પિતાએ આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here