જામનગર: આઠમી વિધાનસભા 1995માં ભાજપને સૌથી વધુ બેઠક

0
1324


રાજ્યની આઠમી વિધાનસભામાં પ્રથમ વખત બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી 182 બેઠકો પૈકી 121 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 45 બેઠકો મળી હતી. પ્રથમ વખત વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. આ બંને પક્ષ ઉપરાંત 16 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ બાજી મારી હતી.

જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ આઠ બેઠકો પૈકી પ્રથમ વખત ભાજપે છ બેઠકો પર કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસ અને અપક્ષને ફાળે એક-એક બેઠક ગઈ હતી.

કેટલી પાર્ટીઓ ચૂંટણી લડી ?

BJP ભારતીય જનતા પાર્ટી
CPI કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
CPM કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ICS(SCS) ઇન્ડિયન કોંગ્રેસ (સોશિયલિસ્ટ- શરદચંદ્ર સિંહા)
INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
JD જનતા દલ
JNP (JP) જનતા પાર્ટી
BSP બહુજન સમાજવાદી પાર્ટી
BSP અખિલ ભારતીય જનસંઘ
BKUS ભારતીય કૃષિ ઉદ્યોગ સંઘ
DDP દૂરદર્શી પાર્ટી
DMM ઓલ ઇન્ડિયા દલિત મુસ્લિમ માઈનોરીટી સુરક્ષા મહાસંઘ
GJL ગુજરાત જનતા પરિષદ
HMS અખિલ ભારતીય હિન્દુ મહાસભા IPF ઇન્ડિયન પીપલ્સ ફ્રન્ટ
RPI રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા
RPI (B)રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (બાલકૃષ્ણ)
RPK રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ખોબ્રાગેડ)
RPM રાષ્ટ્રીય પ્રગતિશીલ મોરચા
HSS હિન્દૂ સ્વરાજ સંગઠન
LKD લોકદળ
RSRP રાષ્ટ્રીય સુરાજ્ય પરિષદ
SOP(L)સોસીયાલિસ્ટ પાર્ટી (લોહિયા)
SOP(P)સોશ્યલિસ્ટ પાર્ટી (રામકંઠ પાંડે) YVP યુવા વિકાસ પાર્ટી
SOLI સોશિયાલિસ્ટ લીગ ઓફ ઇન્ડિયા
SJP(R) સમાજવાદી જનતા પાર્ટી (રાષ્ટ્રીય)
GSP ગરીબજન સમાજ પાર્ટી

24 જોડીયા બેઠક

આ બેઠક પર 20મી ફેબ્રુઆરી 1995ના રોજ મતદાન થયું હતું. જોડિયા બેઠક પર 1,09,650 મતદારો નોંધાયા હતા. જેમાં 76,954 મતદારોએ 70.18% મતદાન કર્યું હતું. આ કુલ મતદાન પૈકીના 2410 મત એટલે કે 3.13 ટકા મત રદ થયા હતા. જ્યારે આ બેઠક પર 35 મત મિસિંગ થયા હતા.

કેટલા ઉમેદવાર ? કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા ?કોને મળ્યા કેટલા મત?

આ બેઠક પર કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી.  ભારતીય જનતા પાર્ટીના મગનભાઈ અંબાભાઈ કાસુન્દ્રાને 34061 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર ડાયાભાઈ ફુલાભાઈ પટેલને 28,602 મત મળ્યા હતા, આમ ભાજપના મગનભાઈ કાસુન્દ્રાનો 5459 મતથી ભવ્ય વિજય થયો હતો. જે કુલ મતદાનના 7.33 ટકા મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો જનતા દળના જેન્તીભાઈ રાવજીભાઈને 4,993 મત, આરપીઆઈના પરેશભાઈ ટપુભાઈ વાઘેલાને 725 મત, આરપીએમના પ્રવીણભાઈ હરગોવિંદભાઈ માણેકને 516 મત અને ડીડીપીના સોમાત જેસાભાઈ વાઘિયાને 286 મત મળ્યા હતા.
અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો સોનગરા રાજેશ ભગવાનજીભાઈને 2355 મત, વનરાજસિંહ કરણસિંહ જાડેજાને 843 મત, સ્વતંત્ર સેનાની એવા દેસાઈ બાબુલાલ મોહનલાલને 731 મત,હાસમાણી એ. ગફાર જુસબને 328 મત, અમરસિંહ લવજીભાઈ ડઢાણીયાને 266 મત, પ્રેમજી ડુંગરભાઇ ધવડને 218 મત, પંચાસરા લલીતભાઈ માધવજીભાઈને 192 મત, મૂંગરા જમનભાઈ પ્રેમજીભાઈને 146 મત, હરિવલ્લભભાઈ પ્રાણશંકર પુંજાણીને 125 મત અને જીવરાજ વસરામ વેકરીયાને 122 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

આ બેઠક પર કુલ 1,27,930 મતદારો નોંધાયા હતા જે પૈકી 66124 મતદારોએ મતદાન કર્યું હતું. 20મી ફેબ્રુઆરી 1995ના રોજ યોજાયેલ મતદાનમાં 66,124 મતદારોએ 51.69 ટકા મતદાન કર્યું હતું. કુલ માન્ય મત પૈકીના 2262 મત રદ થયા હતા. જ્યારે 47 મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય

આ બેઠક પર 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઈ હતી. અંતે આ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના પરમાણંદ વિશાલદાસ ખટ્ટરને 32,981 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર વિનોદરાય કલ્યાણજી વસંત એટલે કે કિલુભાઈ વસંતને 21215 મત મળ્યા હતા. આમ બીજેપીના પરમાણંદભાઈનો 11,766 મતથી એટલે કે 18.44 ટકા મતથી વિજય થયો હતો.
જ્યારે જનતા દળના અબ્દુલ્લાભાઈ જીવાભાઈ સિંધીને 3983 મત, જુમાભાઈ દોસમામદભાઈ ખફીને 2066 મત, અપક્ષ દિનેશભાઈ અમૃતલાલ મહેતાને 1094 મત, ધીરજલાલ ગૌતમચંદ શાહને 427 મત, શાંતિલાલ જયરામભાઈ ભદ્રાને 281 મત, ધીરજલાલ મોહનલાલ કનખરાને 219 મત, વસંતભાઈ સંઘવીને 214 મત, મનસુખલાલ પોપટલાલ કનખરાને 208 મત, અલીમહમદ હાજીભાઈ ખફીને 199 મત, છગનભાઈ ભીમાભાઇ મોઢવાડિયાને 182 મત, બાબુલાલ જયરામભાઈ કવૈયાને 136 મત, કાથરોટીયા ચિનુભાઈ કલ્યાણજીભાઈને 105 મત, પટેલ રતિલાલ સંઘાણીને 89 મત, ચંદુલાલ મૂળશંકર ત્રિવેદીને 88 મત, જીવણભાઈ ડાયાભાઈ જાદવને 84 મત, મહેન્દ્ર વીરચંદભાઈ માટલીયાને 49 મત અને ગોહિલ ખીમજી વશરામને 45 મત મળ્યા હતા.
આ ઉપરાંત આરપીઆઈના ડાયાભાઈ ડુંગરભાઇ ગોહિલને 51 મત અને આરપીએમના સબીર આસિફ પટેલને 99 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય બેઠક

જામનગર ગ્રામ્ય બેઠક પર 212392 મતદારો નોંધાયા હતા. જે પૈકી 99,670 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ માન્ય મત પૈકીના 4001 મત એટલે કે ચાર ટકા મત રદ થયા હતા. જ્યારે 31 મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોણ થયું વિજેતા?

આ બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઈ હતી અને પરિણામ કોંગ્રેસના ફાળે રહ્યું હતું. વિજેતા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશભાઈ રૂડાભાઈ પરમારને 42,758 મત જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશકુમાર કનોડીયાને 41014 મત મળ્યા હતા. આમ કોંગ્રેસના ડોક્ટર દિનેશ પરમાર નો 1744 મતથી વિજય થયો હતો. એ કુલ મતદાનના 1.82 ટકા મત દર્શાવે છે.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો જનતાદળના સામંત ડાયા પરમારને 6152 મત, બસપાના માધવજી ગોવિંદભાઈ પરમારને 1784 મત અને ડીડીપીના ધવલ બાબુભાઈ વીરાભાઇને 325 મત મળ્યા હતા.
આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો જશાભાઇ અરજણભાઈ ચૌહાણને 885 મત, ગોવિંદભાઈ માલદેભાઈ રાઠોડને 756 મત, ધ્રુવ પુંજાભાઈ ભાણાભાઈને 501 મત, વોરા વાઘજીભાઈ લાખાભાઈને 368 મત, પરમાર પ્રભુદાસ કાનજીભાઈને 288 મત, ધ્રુવ જેઠાલાલ માંડાભાઈને 287 મત, મકવાણા હરિશ્ચંદ્ર ગોવિંદભાઈને 190 મત, ગોહિલ ખીમજીભાઈ વશરામભાઈને 166 મત અને વાઘેલા બાબુલાલ દાનાભાઈને 164 મત મળ્યા હતા.

27 કાલાવડ વિધાનસભા બેઠક

આ બેઠક પર 1,19,710 મતદારો નોંધાયા હતા જે પૈકી 76,217 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો આ બેઠક પર 63.67 ટકા મતદાન થયું હતું જે પૈકીના 2729 મત એટલે કે 3.58% મત રદ થયા હતા. જ્યારે છ મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જે પૈકીના 10 ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ હતી.
આ બેઠક પર ભાજપના રાઘવજી હંસરાજ પટેલ ને 46,178 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સવજીભાઈ લવજીભાઈ વસોયાને 12,545 મત મળ્યા હતા, આમ બીજેપીના રાઘવજીભાઈ પટેલનો 33,633 મતથી વિજય થયો હતો.
અન્ય ઉમેદવારો પર નજર કરવામાં આવે તો બસપાના હીરા વસંતભાઈ બસિયાને 4,527 મત, આરપીઆઈના નાથાલાલ વાલજીભાઈ ગોહિલને 1842 મત,એસજેપીના કેશવજી ઉકાભાઇ પટેલને 446 મત મળ્યા હતા.
રે પક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો સુરૂભા પોપટભાઈ જાડેજાને 3580 મત, મોહનભાઈ માધાભાઈ સાધરીયાને 1248 મત, વિક્રમસિંહ કુંભાજી જાડેજાને 867 મત, સૈફુદ્દીન તાહીર અલી મુસાણીને 836 મત, ગુમાનસિંહ ભીખુભા જાડેજાને 738 મત, વિનોદરાય છોટાલાલભાઈ મહેતાને 441 મત અને અકબરી નાથાભાઈ ચનાભાઈ પટેલને 234 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

આ બેઠક પર 1,10,539 મતદારો નોંધાયા હતા જે પૈકીના 73,387 મતદારોએ મતદાન કર્યું હતું જે કુલ 66.39 ટકા મતદાન દર્શાવે છે. આ બેઠક પર માન્ય મત પૈકીના 2427 મતદ થયા હતા જ્યારે 10 મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર કુલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. 16 પૈકીના 14 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી જેમાં બીજેપીના ચીમનભાઈ સાપરિયા ને 31,527 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના અપક્ષ ઉમેદવાર હરદાસભાઇ જેઠાભાઈ બારીયા ને 15,611 મત મળ્યા હતા આમ ચીમનલાલ સાપરિયા નો 15,916 મતથી એટલે કે માન્ય મતના 22.43 ટકા જેટલા મતથી વિજય થયો હતો
જ્યારે એસજેપીના મહેતા રજનીકાંત રમણીકલાલ ને 639 મત, આરપીએમના આનંદ માડમને 514 મત મળ્યા હતા. જ્યારે ડીડીપીના નંદાણીયા ગોવિંદ અરજણભાઈને 1,085 મત, બસપાના વારસાકીયા વાલજીભાઈ રામજીભાઈને 1262 મત મળ્યા હતા
અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો મોહનલાલ કરમશીભાઈ વાછાણીને 11,290 મત, રવજીભાઈ વશરામભાઈ ગોહિલને 3,883 મત, કાલરીયા રાજેન્દ્ર ખીમજીભાઇને 2269 મત, ઘોઘા નૂર મહંમદ રાણાભાઇને 894 મત, રાઠોડ અરજણભાઈ લોઢાભાઈ ને 690 મત, કાબડીયા હરિદાસ માલદેભાઈને 371 મત, ખાંટ અશ્વિનભાઈ રવજીભાઈને 296 મત, સાપરિયા કાંતિલાલ નાનજીભાઈને 290 મત, સીદા અબુ ઉમર ભાઈને 213 મત અને હિંડોચા વસંતરાય લીલાધરભાઇને 116 મત મળ્યા હતા.

29 ભાણવડ વિધાનસભા બેઠક

આ બેઠક પર 96,353 મતદારો નોંધાયા હતા  જે પૈકીના 62,109 મતદારોએ કુલ 64.46 ટકા મતદાન કર્યું હતું આ બેઠક પર થયેલા કુલ મતદાન પૈકીના 2991 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 3.85 ટકા મત દર્શાવે છે.

કેટલા ઉમેદવાર ?કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય ?

આ બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ ફેલાયો હતો. જે પૈકીના 11 ઉમેદવારોની જમાનતની રકમ જપ્તે થઈ હતી.
આ બેઠક પર ભાજપના મુળુભાઈ હરદાસભાઇ બેરાને 15,380 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના પ્રવીણભાઈ હમીરભાઇ માડમને 14,311 મત મળ્યા હતા. આમ, મુરૂભાઈ બેરાનો 1069 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 1.79 ટકા મત દર્શાવે છે.

જ્યારે જનતા દળના રાબડીયા મોહનલાલ ભીમજીભાઈને 9853 મત મળ્યા હતા. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો અશોકભાઈ હરિદાસભાઈને 13258 મત, જેઠવા જગદીશસિંહ અભેસંગને 2356 મત, યુસુફ ઉંમરભાઈ સુભણીયાને 1410 મત, આમદ અલી ખીરાને 632 મત, ગુમાનસિંહ જસુભા જાડેજાને 528 મત, અરસી પાલાભાઈ સોલંકીને 499 મત, મેહતા યોગેશ ધનસુખલાલ (યોગી સ્વામી)ને 440 મત, કનુભાઈ રામજીભાઈ મારુંને 344 મત, હનીફ ઓસમાણને 279 મત, નકુમ હરિભાઈ વાલજીભાઈને 220 મત અને મુસ્તાકભાઈ હારુનભાઈ જામને 208 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

આ બેઠક પર 1,14,900 મતદારો નોંધાયા હતા જે પૈકીના 66450 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
ખંભાળિયા બેઠક પર 57.83 ટકા મતદાન થયું હતું જે પૈકીના 2427 મત એટલે કે 3.5% મત રદ થયા હતા જ્યારે 55 મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવાર કોને મળ્યા કેટલા મત કોનો થયો વિજય?

આ બેઠક પર 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી. જે પૈકીના 22 ઉમેદવારોની ડિપોઝિટ જપતે થઈ હતી. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જેસાભાઈ મારખીભાઈ ગોરીયાને 26,735 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર રણમલભાઈ નાથાભાઈ વારોતરીયાને 25,575 મત મળ્યા હતા. આમ જેસાભાઈ ગોરીયાનો 1160 મતથી વિજય થયો હતો. જે કુલ મતદાનના 1.81% મત દર્શાવે છે.

અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો આરપીએમના આનંદ માડમને 1558 મત, આરપીઆઈના કલ્યાણજી હિરજી મોચીને 470 મત, આરએસઆરપી ના ચાવડા ભૂલા કરસનને 249 મત મળ્યા હતા.
આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો લખમણભાઇ કાળુભાઈ આહીરને 4353 મત, રામભાઈ નથુભાઈ ચાવડાને 741 મત, ઘનશ્યામસિંહ ભુરાભાઈ જાડેજાને 500 મત, પરસોત્તમ મહીગર રામદતીને 462 મત, રાજ્યગુરુ રાજેશ નરભેશંકરને 432 મત, હાજીભાઈ મેરૂભાઈ કારીરને 419 મત,  કાંતિભાઈ દેવશીભાઈ નકુમને 307 મત, અનવર ઉંમર જોખીયાને 278 મત, નકુમ સવજી અરજણને 271 મત, જાડેજા બહાદુરસિંહ બચુભાને 235 મત, પેથાભાઇ મુરુભાઈ પતાણીને 216 મત, આંબલીયા સવદાસ ગોવિંદને 215 મત, પ્રતાપરાય રેવાશંકર થાનકીને 207 મત, દવે નલિનકાંત નારણદાસને 191 મત, લખમણ ભીમા સિંધિયાને 167 મત, ઓડેદરા વસતા મામાને 148 મત, મોહનલાલ રામજીભાઈ મોકરીયાને 93 મત, ગોરાણીયા હમીરભાઇ દેવાભાઈને 90 મત અને રામજી કરસન પરમારને 76 મત મળ્યા હતા.

31 દ્વારકા વિધાનસભા બેઠક

જામનગર જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠક પર કુલ 1,28,045 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 85,282 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર કુલ 66.60 ટકા મતદાન થયું હતું જે પૈકીના 295 મત એટલે કે 3.46% મત રદ થયા હતા જ્યારે 23 મત મિસિંગ જાહેર થયા હતા.

કેટલા ઉમેદવાર ?કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય?

દ્વારકા વિધાનસભાની આ બેઠક પર 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં અપક્ષ દાવેદારી કરનાર પબુભા વિરમભા માણેકને 27,692 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના  પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર સાદુર્ભા કાળુભા કેરને 17,960 મત મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવાર પબુભા માણેકનો 9,732 મતથી ભવ્ય વિજય થયો હતો જે કુલ માન્ય મતના 11.82 ટકા મત દર્શાવે છે.
આ ઉપરાંત અપક્ષ અરજણભાઈ કરસનભાઈ ચાવડાને 16,366 મત બીજેપીના પ્રેમજીભાઈ લખમણભાઇ પરમારને 16,254 મત, આર એસ આર પીના નાંગેશ કાળુભાઈ લખમણભાઇને 549 મત, આરપીઆઈના ગોરડીયા ભીમા ગંગાભાઈને 409 મત, ડીડીપીના નંદાણીયા માલા ભીમાભાઇને 278 મત મળ્યા હતા.
જયારે અપક્ષ ઉમેદવારની વાત કરવામાં આવે તો જોષી ધીરજલાલ નાનાલાલને 804 મત, ડાભી નાનજીભાઈ વશરામભાઈને 435 મત, ખંડેરીયા કનુભાઈ પીતાંબરભાઈને 425 મત, બેલા રામભાઈ મેરૂભાઈને 339 મત, જાડેજા અજીતસિંહ મુળુભાને 325 મત, પ્રવીણભાઈ પ્રેમજીભાઈ કંસારાને 246 મત, રસીકલાલ મોહનલાલ સોનેચાને 118 મત અને નકુમ રામજીભાઈ જીવાભાઇને 104 મત મળ્યા હતા.

NO COMMENTS