જામનગર : હાય રે કલિયુગ !!! જોડિયા પંથકમાં ૧૧ વર્ષની પુત્રી પર સગા બાપનો બળાત્કાર

0
754

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ વખતે તો લોહીના સબંધને જ બદનામી મળી છે. હજુ દુનિયાદારી સમજે તે પૂર્વે જ જોડિયા પંથકમાં એક નરાધમ પિતાએ પોતાની ૧૧ વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવતા નરાધમ બાપ પર ચોતરફથી ફિટકારની લાગણી વર્ષી રહી છે. પોલીસે આરોપીને દબોચી લઈ કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.

જામનગર જીલ્લામાં છેલ્લા બે માસના ગાળામાં દુષ્કર્મની આઠમી ઘટના સામે આવી છે. જેમાં જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં બહારથી મજુરી કામ કરવા આવેલ એક પરિવારના નરાધમ પિતાએ જ પોતાની ૧૧ વર્ષીય પુત્રી પર જ નજર બગાડી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બાળકીની હાલત જોઈ તેણીની માતાને અજુગતું લાગ્યું હતું અને બાળકીને સાત્વના આપતા તેણીએ પિતા સામે આંગળી ચીંધી હતી. જેને લઈને આ મામલો પોલીસ દફતર પહોચ્યો હતો. પોલીસે બાળકીનો કબજો સંભાળી, મેડીકલ પરીક્ષણ કરાવ્યૂ હતું. જયારે બળાત્કાર ગુજારનાર આરોપી એવા બાળકીના પિતાને પોલીસે પકડી પાડી આઈપીસી કલમ ૩૭૬ મુજબ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીની અટકાયત બાદ મેડીકલ પરીક્ષણ અને કોવીડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરી છે. આ બનાવે સભ્ય સમાજને હચમચાવી મુક્યો છે.

NO COMMENTS