જામનગર : આરોગ્યકર્મી મહિલાની છેડતી કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી

0
2723

જામનગરમાં એક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી એક મહિલા સાથે એક સખ્સે બળજબરી કરી, મોબાઈલમાં રહેલ ફોટા વાયરલ  કરી દેવાની ધમકી આપ્યાની સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં સીટી સી ડીવીજન પોલીસ દફતરના વિસ્તારમાં આવેલ એક  આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતી એક મહિલા ગત તા.૨૨/૧૧/૨૦૨૧ ના સવારના સાડા દસેક વાગ્યેતી અગ્યાર વચ્ચે ઓફિસે હતી ત્યારે મેહુલ અશોકભાઇ રાઠોડ રે. સિધ્ધાર્થ કોલોની શેરીનં-૩, શંકરટેકરી જામનગર વાળો સખ્સ ત્યાં આવી પહોચ્યો હતો. જ્યાં આ સખ્સે તેણીનો હાથ પકડી, બળ વાપરી અને હાથને સ્પર્શ કરી છેડતી કરી, પોતાની તાબે થવાની માગણી કરી હતી. જેની સામે તેણીએ સ્પષ્ટ ના પાડી દેતા આરોપીએ પોતાના ફોનમાં રહેલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી નાશી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૫૪, અને ૩૫૪(એ), ૩૫૪(ડી) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here