જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં દુધાળા પશુઓ માટે હાનિકારક ઇન્જેક્શનનું ઉત્પાદન કરતી નકલી ફેક્ટરીને પોલીસે પકડી પાડી છે. અહીં બે આરોપીઓ દુધાળા પશુઓ વધારે અને તુરંત દૂધ આપે રહેવા ઇન્જેક્શનો તૈયાર કરી બજારમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મશીનરી ઇન્જેક્શન અને કેમિકલ સહિતનો ₹ સવા છ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ હાજર ન મળતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરમાં ગોકુલ નગર વિસ્તારમાં સાયોનાના વાળી શેરીમાં પીઠડ એન્ટરપ્રાઇઝની બાજુમાં રહેતો મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામનો ભીમસી મારખીભાઈ ગોજીયા નામનો શખ્સ દુધાળા પશુઓ તુરંત દૂધ આપે તેવા ઇન્જેક્શનનો બનાવી માર્કેટમાં સપ્લાય કરતો હોવાની ચોક્કસ હકીકત એસઓજીના સ્ટાફને મળી હતી. જેને લઈને ઇન્ચાર્જ પીઆઇ આરવી વિચ્છી સહિતના સ્ટાફે ગઈકાલે ગોકુલ નગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઇન્જેક્શનનો બનાવવાની ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી.
આરોપી ભીમસી દ્વારા અહીં ઇન્જેક્શન બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આ શકશે અહીં ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ખોલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ફેક્ટરી પરથી સફેદ પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની 8908 ઇન્જેક્શન તેમજ ઇન્જેક્શનનો બનાવવા માટે વપરાતા કેમિકલના નાના-મોટા ૪૮ પાઉચ કબજે કર્યા હતા. આ ઉપરાંત આ આરોપીની બાજુમાં રહેતા રામભાઈ ગોજીયાની ઓરડીમાંથી ગાય ભેંસ વધુ દૂધ આપે તે માટે ઈન્જેકશન બનાવવા વપરાતાં સફેદ પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલો નંગ 6,528 મળી આવી હતી. પોલીસે રૂપિયા 6,24,000 નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં એસઓજીએ પશુ અતિક્રમણ નિવારણ અધિનિયમ મુજબ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સીટીસી ડિવિઝન પોલીસે ભીમસીની કાયદેસરની ધરપકડ કરી હતી.
કેમિકલ યુક્ત સફેદ પ્રવાહીનું ઇન્જેક્શનમાં ઉપયોગ કરી ઢોરની તંદુરસ્તી માટે નુકસાનકારક પદાર્થનું ઉત્પાદન કરી,વેચાણ કરવા સબબ બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીટીસી ડિવિઝન પોલીસ દફતરના સ્ટાફે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવા સહિતની તેમજ અન્ય હાજર ન મળેલા આરોપી રામભાઈ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.