જામનગર: પાંચ વર્ષ પૂર્વેના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ, કેવો હતો કેસ?

0
2013

જામનગર: જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યારથી હાર્દિક પટેલ સામેની મુસીબતો દુર થતી જાય છે. આજે વધુ એક મુશ્કેલી દુર થઇ છે. પાંચ વર્ષ પૂર્વેના ભડકાઉ ભાષણ આપવા સબબ તત્કાલીન પાસ કન્વીનર હાર્દિક પટેલ અને સ્થાનિક અંકિત ઘાડિયા સામે પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરમાં જુદી જુદી ધારાઓ મુજબ સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સવા પાંચ વર્ષ બાદ આ કેશમાં આખરે હાર્દિક પટેલને આજે કોર્ટે નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો છે. શું કહ્યું હતું હાર્દિક પટેલે? કેવો હતો કેશ અને કેમ હાર્દિક પટેલ નિર્દોષ છૂટ્યા સહિતની વિગતો અત્રે પ્રસ્તુત કરી છે.

એ વર્ષ હતું ૨૦૧૭નું પાટીદાર આંદોલન ચરમસીમાએ હતું. ભાજપા સરકાર સામે પાસની ટીમ ગળાની હડ્ડી સાબિત થઇ રહી હતી. એવા સમયે  ૧૩મી વિધાનસભાની ચૂટણીઓ આવતા પાસની ટીમે રાજ્યભરમાં આંદોલન તેજ બનાવ્યું હતું. પાટીદાર સમાજમાં સામાજિક અને સૈક્ષણીક જાગૃતિ માટે નવેમ્બર ૨૦૧૭માં જામનગર તાલુકાના ધુતારપર-ધુળસિયા ગામે એક સભાનું આયોજન થયું હતું. આ સભામાં પાટીદાર ચહેરો હાર્દિક પટેલ હાજર રહ્યો હતો અને સરકાર પર રાજકીય પ્રહારો કરતું તેજ તર્રાર ભાષણ કર્યું હતું. આ સભા બાદ ૭૦ દિવસ પછી સરકાર દ્વારા પાસ કન્વીનર હાર્દિક અને સભાનું આયોજન કરનાર સ્થાનિક પાસ કાર્યકર્તા અંકિત ઘાડિયા સામે સરકાર તરફથી સર્કલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન આ કેશમાં બંને આરોપીઓની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપીઓ સામે નોંધાવેલ પોલીસ ફરીયાદની તપાસ દરમ્યાન કુલ–૨૧ સાહેદો સાથેની ચાર્જશીટ પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી કેસ ચલાવેલ હતો. જેમાં ફરીયાદી, સમગ્ર સભાનું વિડીયોગ્રાફી કરનાર અધિકારીઓ, ફોરેન્સીક સાઈન્સ લેબોરેટરીના અધિકારી તેમજ વિડીયો સર્વેલન્સ સ્કોડ તથા તપાસ કરનાર પોલીસ અમલદારોને તપાસવામાં આવેલ હતા. આરોપીઓ સામેનો પુરાવો નોંધવાની પ્રક્રિયા કોર્ટમાં પુર્ણ થતા હાર્દિક પટેલના વકીલ દિનેશભાઈ વિરાણી દ્વારા વિસ્તાર પુર્વકની દલીલ કરી હતી.


‘હાર્દિક પટેલ સામે સ૨કા૨ કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગઈ છે તેમજ જે વિડીયો સી.ડી. નામદાર કોર્ટ સમક્ષ એફ.એસ.એલ. માં મોકલવામાં આવેલ છે, તેનો અવાજ સાબીત ક૨વા માટે વોઈસ સ્પ્રેકટ્રોગ્રાફીનો પુરાવો મહત્વનો છે અને આ કામમાં આરોપી હાર્દિક પટેલના અવાજના કોઈ નમુના લેવામાં આવેલ નથી તેમજ જે સી.ડી. ૨જુ ક૨વામાં આવેલ છે તેની મેન્યુઅલ સ્ક્રીપ્ટ પોલીસ ધ્વારા કોર્ટ સમક્ષ ૨જુ ક૨વામાં આવી નથી. સી.ડી.માં ચેડા તેમજ સુધારા વધારા થવાની સંભાવનાઓ હોવાનું સાહેદો દ્વારા જણાવવામાં આવેલ છે. આરોપીઓના વકીલની તમામ દલીલો ઘ્યાને લઈ નામદાર કોર્ટે ધારાસભ્ય  હાર્દિક પટેલ સહિત બન્ને આરોપીઓ સામેનો કેસ નાસાબીત માની નિર્દોષ ઠરાવી, છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપીઓ ત૨ફે જાણીતા ધારાશાસ્ત્રી દિનેશભાઈ વિરાણી, મોહસીન કે. ગોરી, જયદીપ કે.મોલીયા, સિધ્ધાર્થ એસ.સાપરીયા સહિત લીગલ ટીમ રોકાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here