જામનગર: બેંકને નિશાન બનાવનાર ગુરખો પકડાયો

0
1401

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકના તાળા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ દફતરમાં નોંધાઈ છે. બે દિવસ બંધ રહેલ બેંકને નિશાન બનાવી કોઈ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સીટી સી ડીવીજન પોલીસે સીસીટીવીના આધારે પોલીસે નેપાળી ગુરખાને પકડી પાડયો છે.

જામનગરમાં આવેલ એટીએમ તોડી ચોરી કરવાના અનેક પ્રયાસ થયા છે ત્યારે બંધ બેંકમાં ચોરી આચરવાનો પ્રયાસ થયો હોવાની વિગતો સામે આવી છે. જેની વિગત મુજબ, શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકમાં તા.૧૨/૦૧/૨૦૨૪ ના ક.- ૧૮/૩૦ થી બંધ થયા બાદ બે દિવસની રજાઓ હતી. શનિવાર અને ઉતરાણની રજાઓનો લાભ લઇ કોઈ તસ્કરોએ આ બેંકને નિશાન બનાવી હતી. આ ગાળા દરમિયાન કોઈ ચોર સખ્સોએ બેંક શાખાના શટરના તાળા તોડી  બેંકમા પ્રવેશ કર્યો હતો. આ સખ્સ દ્વારા અંદર પ્રવેશ બાદ સ્ટ્રોંગ રૂમ સુધી પહોચી સ્ટ્રોંગ રૂમની દીવાલ તોડવાની કોશીશ કરવામાં આવી હતી. જો કે સ્ટ્રોંગ રૂમની દીવાલ ન તૂટતા ચોરી કરવા આવેલ ચોરની હિમત તૂટી ગઈ હતી અને વિલા મોઢે પરત ફરવા મજબુર થયો હતો. ગઈ કાલે તા. ૧૫મીના રોજ બેંક ખુલતા જ આ ચોરી પ્રયાસ સામે આવ્યો હતો. આ બનાવ અંગે બેંક મેનેજ્લ કુમારી નીતુ સીતારામ સાહા એ સીટી સી ડીવીજન પોલીસને જાણ કરી હતી. જેના આધારે પ્રોબેશન ડીવાયએસપી નયના ગોરડીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં એક સખ્સની ચહલપહલ સામે આવી છે. આ સખ્સની ભાળ મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

સીટી સી ડીવીજન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જો કે સીસીટીવી ફૂટેજમાં મોઢે માસ્ક બાંધેલ સખ્સ બેંકમાં આટાફેરા કરતો નજરે પડ્યો હતો અને તસ્કરને ઓળખી શકાયો ન હતો. ત્યારબાદ પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસયા હતા જેમાં એક સાયકલ સવાર સખ્સની શંકાસ્પદ ચહલપહલ સામે આવી હતી. પોલીસે આ સખ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા સીસીટીવી ફૂટેજના આધારે સખ્સ સુધી પહોચવામાં સફળતા મળી હતી. મૂળ નેપાળી સખ્સ બીએનો અભ્યાસ કરે છે. બંધ બેંકમાં સુરક્ષિત ચોરીનો પ્લાન કર્યો હતો. ઓન લાઈન કટર મંગાવી, સાયકલ લઇ રાત્રે શંકર ભરતભાઈ કૌસલ્ય નામનો નેપાળી ગુરખો બેંક પહોચ્યો હતો અને કટરથી બેંકનું તાળું તોડ્યું હતું. જો કે બેંકના લોકરરૂમ સુધી પહોચી શક્યો ન હતો.  

NO COMMENTS