જામનગર : આયુર્વેદ યુનિવર્સીટીમાંથી વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોને ઉઠાવી લેવાયા, કેમ ?

0
705

ગઈ કાલે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી હતી. કોંગ્રેસનો ગુસ્સો હજુ પોલીસ સામે ઠર્યો નથી ત્યાં આજે આયુર્વેદ યુનિવર્સીટીમાં વાઇસ ચાન્સેલરની ઓફિસ બહારથી એનએસયુઆઈને ચાર કાર્યકરોને પોલીસે ઉભા થઇ જવાની સૂચના આપી હતી. કોરોના સંક્રમણના પગલે હાલ રાજ્યભરમા શૈક્ષણિક સંસ્થાનોએ પરીક્ષાઓ મૌકૂફ રાખી છે તો ક્યાંક સત્ર જ શરૂ નથી થયા. પરંતુ જામનગર આયુર્વેદ યુનિવર્સીટીના સંચાલકોએ આગામી પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડી જુલાઈમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આ બાબતને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો, આ બાબતને લઈને વિદ્યાર્થી સંગઠનો માં પણ રોષનું મોજું પ્રસરી ગયું હતું. આ બાબતને લઈને બે દિવસ પૂર્વે એનએસયુઆઈ અને એબીવીપીએ પરીક્ષા મૌકૂફ રાખવાની માંગ સાથે વીસીને આવેદન પાત્ર પાઠવ્યા હતા. જો કે બે દિવસમાં યુનિવર્સીટી તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં આવતા આજે એનએસયુઆઇના કાર્યકરો વીસીની ચેમ્બર બહાર ધરણાં પર બેસી ગયા હતા. આ બાબતને લઈને સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ યુનિવર્સીટી પહોંચી ગયો હતો અને ધરણા પર બેસી ગયેલ ચાર સભ્યોને આ કાર્યક્રમ પૂર્ણ કરવા કહ્યું હતું પરંતુ ચારેય સભ્યોએ પોતાની માંગ પુરી થયે જ ઉઠવાની વાત કરતા પોલીસે ચારેયને ઉઠાવી ટિંગાટોળી  કરી વાહનમાં બેસાડી અટકાયત કરી લઇ ગઈ હતી. પોલીસે ચારેય સભ્યો સામે જાહેરનામા ભંગ સબબ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here