જામનગર: આજે રાજ્યપાલ નગરના મહેમાન, આયુર્વેદ યુનિ.ના છાત્રોને પદવી આપશે

0
393

જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો આજે તા.૨૫ એપ્રિલના રોજ ૨૮મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં રાજ્યપાલ શ્આચાર્ય દેવવ્રત સવારે ૧૧:૦૦ કલાકે ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા પણ ઉપસ્થિત રહેશે.

ધન્વંતરિ મંદિર ઓડિટરિયમમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ ૭૩૭ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવશે. ઉપરાંત ૪ વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત થશે. તેમજ વિદ્યાર્થીઓને ઇનામો અને મેડલ એનાયત કરવામાં આવશે. અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ સાથે એમ. ઓ. યુ. કરવામાં આવશે. અને યુટ્યુબ ચેનલનું પણ લોન્ચિંગ કરવામાં આવશે.

વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી

જામનગર જિલ્લાની આ મહત્વની કોલેજને આયુર્વેદના ક્ષેત્રમાં ઓળખ આપવા માટે વિધાનસભા ઠરાવ રજૂ કરવામાં આવ્યો અને યુનિવર્સિટી (Jamnagar Ayurveda University) સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યા પછી જાન્યુઆરી, 1967માં વિશ્વની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી (World’s first Ayurveda University)ની સ્થાપના કરવામાં આવી. આયુર્વેદની પદ્ધતિ ભારતના સીમાડા વટાવી દૂર સુદુરના દેશો સુધી પહોંચી છે. અહીં દર વર્ષે વિદેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવી અભ્યાસ કરે છે. ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત કોરિયા, નેપાળ, ઈટાલી, ફ્રાન્સ, શ્રીલંકા સહિતના દેશોના વિદ્યાર્થી ગુજરાતની આ યુનિવર્સિટીમાં (Foreign Students In Jamnagar Ayurveda University) અભ્યાસ માટે લાઈનો લગાવે છે. હાલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં 600 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી 50 વિદ્યાર્થી વિદેશી છે

NO COMMENTS