જામનગર: જામનગર શહેરમાં મોબાઇલ ચોર ટોળકી ફરી સક્રિય બની છે, અને ગિરદી નો લાભ લઈને ખરીદી અર્થે આવી રહેલા મહિલા સહિતના ગ્રાહકોના મોબાઈલ ફોન ની ઉઠાંતરી કરી રહ્યા છે, જેમાં ગઈકાલે બર્ધન ચોક વિસ્તારમાં ખરીદી માટે આવેલા એક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો છે, જ્યારે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ખરીદી અર્થે ગયેલી એક મહિલાનો મોબાઇલ ફોન ચોરાયો છે.
જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં એક વાસણ ભંડાર પાસે ખરીદી માટે આવેલા મેઘપર ગામના અમિતભાઈ મોહનભાઈ બક્ષી કે જેઓ ખરીદીમાં વ્યસ્ત હતા, જે દરમિયાન ગીર્દીનો લાભ લઈને કોઈ તસ્કરે તેમના ખિસ્સામાંથી રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી ગયાનું સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.
આ ઉપરાંત ગ્રેઈન માર્કેટ ત્રણ દરવાજા વિસ્તારમાં શૈલેષભાઈ વલ્લભભાઈ કણજારીયા ના પત્ની ખરીદી કરવા માટે ગયા હતા, જે દરમિયાન કોઈ તસ્કરે તેમના મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.